ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાયો માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નેડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીત ૪૦ વ્યકિતઓનો સમાવેશ થાય છે. સંબંધિત રાયોમાંથી ભાજપના ઘણા મોટા નેતાઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. રાયોના સ્ટાર પ્રચારકોની યાદીમાં એવા કેટલાક નામ છે જેઓ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અથવા વર્તમાન લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ મળી નથી. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે ૨૫ દિવસથી પણ ઓછો સમય બાકી છે.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં એવા ઘણા નામ છે જેમને ટિકિટ મળી નથી પરંતુ તેઓ આ યાદીમાં સામેલ છે. બિહારના અશ્વિની ચૌબે પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. યારે સૈયદ શાહનવાઝ હત્પસૈન અન્ય ચૂંટણીઓની જેમ આ ચૂંટણીમાં પણ બિહારમાંથી સ્ટાર પ્રચારક બન્યા છે. અગ્રણી કેન્દ્રીય નેતાઓ ઉપરાંત, સુશીલ કુમાર મોદી, મંગલ પાંડે, સંજય જયસ્વાલ, રેણુ દેવી, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, અનિલ શર્મા, નિવેદિતા સિંહ અને નિક્કી હેમબ્રેન જેવા બિહારના નેતાઓ પણ સામેલ છે. છેલ્લા ૧૦ વર્ષથી દિલ્હીના સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારી પણ બિહારના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ બિહારમાં સ્ટાર પ્રચારક બની ગયા છે.
મધ્યપ્રદેશમાંથી ભાજપ દ્રારા બહાર પાડવામાં આવેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં રાયના પૂર્વ ગૃહમંત્રી અને વિધાનસભા ચૂંટણીમાં હારેલા નરોત્તમ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. આ સાથે અન્ય રાયોના ઘણા મુખ્યમંત્રીઓ મધ્યપ્રદેશમાં બીજેપીના સ્ટાર પ્રચારક બની ગયા છે. મધ્ય પ્રદેશમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ, આસામના મુખ્ય પ્રધાન હેમતં બિસ્વા શર્મા, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, મહારાષ્ટ્ર્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સુરેશ પચૌરીનો પણ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ થાય છે.
ભાજપ માટે પશ્ચિમ બંગાળ એક પડકારજનક રાય છે યાં પાર્ટી તેના સાંસદોની સંખ્યા વધારવા માંગે છે. તેથી, ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી અને પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાના નામ પણ ભાજપ દ્રારા જાહેર કરાયેલ પશ્ચિમ બંગાળના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. પીએમ મોદી અને અગ્રણી કેન્દ્રીય નેતાઓ ઉપરાંત શુભેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, સ્વપન દાસ ગુા, મુફુજા ખાતૂન, દ્રનીલ ઘોષ, અમિતાભ ચક્રવર્તી, સુકુમાર રાય, સિદ્ધાર્થ તિર્કી, દેવશ્રી ચૌધરી સહિતના ઘણા મોટા નેતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના સ્ટાર પ્રચારક બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech