આજથી બે દિવસ ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મૂરતિયા નક્કી કરાશે

  • January 29, 2025 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી બે દિવસ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ સહિત પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપના મુરતિયાઓ નક્કી કરાશે. બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે


નગરપાલિકા અને મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આજે અને આવતીકાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત બોર્ડના સભ્યો હાજર રહેશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલાં નામો પર બેઠકમાં ચર્ચા કરાયા બાદ ઉમેદવારોની ફાઈનલ યાદી 31 જાન્યુઆરી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. મનપા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે મહાનગર સંગઠનના હોદેદારોને કોરા મેન્ડેટ આપ્યા
કોંગ્રેસે પોતાના ઉમેદવાર હાલ જાહેર કરવાને બદલે જિલ્લા અને મહાનગરના સંગઠનના હોદ્દેદારોને બોલાવી બેઠક દીઠ બેથી ત્રણ કોરાં મેન્ડેટ સોંપી દીધા છે. પક્ષમાંથી અને સ્થાનિક સ્તરે સહયોગ કરીને ફાઇનલ થયેલા ઉમેદવારો આ મેન્ડેટ લઇ ફોર્મ ભરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application