ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સિરીઝનો ત્રીજો ટી-20 મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાનાર છે. ત્યારે રંગીલું રાજકોટ ક્રિકેટમય બની ગયું છે. મેચને પગલે ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. તેમજ ઇન્ડિયા-ઇંગ્લેન્ડની મેચ જોવા ડિમ્પલબેન લંડનથી પરિવાર સાથે રાજકોટ આવી પહોંચ્યા છે.
ઇન્ડિયન ટીમની જર્સી સાથે ફેન્સ પહોંચ્યા
ખંઢેરી સ્ટેડિયમમાં મેચ જોવા માટે ફેન્સ ઇન્ડિયન ટીમની જર્સી પહેરીને આવ્યા છે. તેમજ ટીમ ઇન્ડિયા...ટીમ ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે. કેટલાક ફેન્સના ગાલ પર તિરંગો દોરવામાં આવ્યો છે.
ખંઢેરી પાસે આવેલા સ્ટેડિયમમાં રમાનારી મેચના પગલે બપોરે 4 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે રમાનારી T20 મેચને લઈ ગ્રાઉન્ડથી લઈ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.
ભારત અને ઇંગ્લેન્ડની ટીમ ખંઢેરી સ્ટેડિયમ પહોંચી
સયાજી હોટલમાંથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિમય જવા રવાના થઈ ત્યારે હોટલ બહાર ઉમટી પડેલા ક્રિકેટ રસિકોએ હાર્દિક... હાર્દિક... અને સૂર્યા... સૂર્યાની બુમાબુમ કરી મુકી હતી. જ્યારે ફોર્ચ્યુન હોટલથી ઇંગ્લેન્ડની ટીમ બસમાં ખંઢેરી સ્ટેડિયમ પહોંચી છે.
બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ખેલાડિઓની બસનું ચેકિંગ કરાયું
સયાજી હોટલ બહાર ટીમ ઇન્ડિયા માટે ખાસ બસ આવી પહોંચી હતી. પોલીસ દ્વારા બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા બસનું ચેકિંગ કરાયું હતું.
482 પોલીસકર્મી સુરક્ષામાં ખડેપગે
રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો ત્રીજો મેચ આજે રમાનાર હોય રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી સહિત 482 જેટલા પોલીસ તેમજ 400 ખાનગી સિક્યોરિટી તહેનાત રહેશે.
ટૂ-વ્હીલર પર મેચ જોવા જાઓ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો
તા.1.11.2019થી મોટર વ્હીકલ એકટના કાયદાના સુધારા મુજબ ટૂ-વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમા આવેલ છે. જે મુજબ ટૂ-વ્હીલર વાહનચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન હેઠળના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમના નીતિનિયમો મુજબ સ્ટેડિયમમાં હેલ્મેટ અંદર લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ સ્ટેડિયમની અંદર કે બહાર ગેટ પર હેલ્મેટ રાખવાની માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી ટૂ-વ્હીલર વાહનો લઈ ક્રિકેટ મેચ જોવા આવનારા તમામ પ્રેક્ષકોએ પોતાના હેલ્મેટ પોતાના વાહન સાથે સુરક્ષિત રીતે લોક કરવા માટેની વ્યવસ્થા કરીને આવવા માટે જાહેર જનતાને પોલીસ દ્વારા સૂચના કરવામાં આવે છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી ક્રિકેટ મેચ જોવા આવતા પ્રેક્ષકોને માર્ગદર્શક સૂચના
(1) સ્ટેડિયમની અંદર બેગ, ટીફીન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, લાકડી, હથિયાર એવી કોઇપણ વસ્તુ અંદર લઇ જઇ શકશે નહીં
(2) શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ વ્યક્તિ જણાય તેના ઉપર નજર રાખો.
(3) કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્કાલિક નજીકના પોલીસ ઓફીસરોને જાણ કરવી.
(4) જો તમને કોઇ સમસ્યા હોય તો પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરો.
(5) વાહનો નિયત કરેલ પાર્કીંગમાં જ પાર્ક કરવા.
(6) સ્ટેડિયમમાં પાસે બેસેલ પ્રેક્ષકો સાથે વિનમ્ર વ્યવહાર કરવો.
(7) પોલીસ ઓફીસરોની સુચનાનું પાલન કરવું.
(8) ફકત નિયત કરેલ દરવાજેથી જ પ્રવેશવું.
(9) નિયત સ્ટેન્ડમાં જ બેસવું. તમારા સીટ નંબર ઉપર જ બેસવું.
(10) સ્ટેડિયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહીં.
(11) કોઇ વ્યક્તિ સ્ટેડિયમમાંથી ગ્રાઉન્ડમાં કોઇ પદાર્થ ફેંકતા પકડાશે તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
સ્ટેડિયમમાં 25,000 પ્રેક્ષકની કેપેસિટી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડ ના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000 સીટીંગ કેપેસિટી છે. સાઉથ , વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડ માં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટલિટી , પ્રેસિડન્ટ બોક્સ , અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે બનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલ મીડિયા બોક્સ એ લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ આબેહૂબ કોપી બનાવવામાં આવી છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેન્ટ્રેટર પણ આ અંડકાર પેવેલિયન બોક્સમાં બેસતા હોય છે. અને સંપૂર્ણ સ્ટેડિયમ રુફ થી કવર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech