રાજકોટ મહાનગરપાલિકામાં ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પશ્ચિમ રાજકોટમાં કુલ રૂ.૧૯૨.૮૨ કરોડના ખર્ચે ડામર રસ્તાનો દ્વિવર્ષીક કોન્ટ્રાક્ટ મંજુર કરાયો હતો. વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ના વિસ્તારોમાં ઓનથી મતલબ કે ઉંચા ભાવથી કુલ ૧૭૮ કરોડના ખર્ચે ડામરકામનો કોન્ટ્રાકટ મંજુર કરાયો છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓના કામ મળીને કુલ રૂ.૧૯૨.૮૨ કરોડના ખર્ચે રસ્તાના કામો કરાશે. ચાલું નાણાંકીય વર્ષ-૨૦૨૪-૨૦૧૫ના અંતિમ એવા માર્ચ મહિનામાં એક સાથે બે વર્ષના ડામર રસ્તાકામ મંજુર કરી નાખવામાં આવ્યું છે.
જો કે પશ્ચિમ રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજકોટ શહેરમાં હાલ રાજમાર્ગો કરતા વધુ ખરાબ હાલત આંતરિક રસ્તાઓ અને સોસાયટીઓના રસ્તાઓની છે. પીવાના પાણી માટેની નવી ડીઆઇ લાઇન નાખવા, ગેસ લાઇન, ટેલિકોમ લાઇન, વીજ લાઇન-થાંભલા કે પછી ડ્રેનેજ લાઇન માટે અવારનવાર આડેધડ ખોદકામ કર્યા બાદ યોગ્ય પધ્ધતિથી બુરાણ,પેચવર્ક કે પેવરકામ કરાતું નથી અથવા કરાય તો ખાડા બુરીને ટેકરા સર્જાય તેવું કામ કરાય છે. રાજમાર્ગોની તુલનાએ સોસાયટીઓના આંતરિક રસ્તાની હાલત વધુ ખરાબ હોય ત્યાં વધુ ધ્યાન આપવું જરૂરી છે. ડામરકામ ફક્ત ઇજનેરોને ભરોસે રાખવાને બદલે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ક્વૉલિટી વર્ક થાય તે માટે સાઇટ વિઝીટ કરે, સેમ્પલિંગ કરાવે, રસ્તા પ્રશ્ને લોકફરિયાદો સાંભળે તેમજ લોકમાંગ અનુસાર ડામર રસ્તાનું કામ થાય તેની તકેદારી લ્યે તેવી પણ શહેરીજનોની માંગણી છે. ચોમાસા બાદ પેચવર્કના નામે ખાડા બુરીને ટેકરા સર્જીને ફરાર થઇ ગયેલો મ્યુનિ.સ્ટાફ હવે ઉનાળામાં ફરી જનતા સમક્ષ હાજર થશે.
રસ્તા કામ ઉપરાંત સ્ટેન્ડિંગમાં મંજુર મુખ્ય કામો..
(૧) બાંધકામ શાખા માટે ૧ નંગ લોડર એકસેવેટર (ફ્રન્ટ એન્ડ લોડર વીથ બેકહો વાહન) લોડર ખરીદવા
(૨) આવાસ યોજના ખાતે ભાડુઆત રહેતા હોવાના કિસ્સામાં આવાસ સીલીંગની પ્રક્રિયા તથા ચાર્જ નિયત કરવા
(૩) જનભાગીદારીથી સેન્ટ્રલ ઝોનમાં કુલ ત્રણ સર્કલ ડેવલપ કરી તેની પાંચ વર્ષ માટે નિભાવ-મરામત કરવા
(૪) માધાપર સુએઝ પમ્પીંગ સ્ટેશનના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ બે વર્ષ માટે કોન્ટ્રાકટથી કરવા
(૫) ડ્રેનેજ હસ્તકના પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ બે વર્ષ માટે કોન્ટ્રાકટથી કરવા
(૬) વોર્ડ નં.૨માં પુનિતનગર-૨ શેરી નં.રની સામે આવેલ ટી.પી.૯માં ગાર્ડન હેતુના પ્લોટમાં નવા પેવીંગ બ્લોક નાખી, એપ્રોચ પાથવે તથા ગાર્ડનીંગનો કોન્ટ્રાક્ટ આપવા
(૭) ભાદર ડેમ પમ્પીંગ સ્ટેશન પર બે વર્ષ માટે પ્રિવેન્ટીવ ઓપરેશન-મેઇન્ટેનન્સ કરવા માટે મેનપાવર સપ્લાય કોન્ટ્રાક્ટ કરવા
(૮) રીયલ ટાઈમ બલ્ક વોટર ઓડીટ સીસ્ટમ(ફેઝ-૩) બે વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન-મેઇન્ટેનન્સ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૯) વિનોદનગર અને કોઠારીયા હુડકો પમ્પીંગ સ્ટેશનોનું ઓપરેશન-પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામ દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટથી કરાવવા
(૧૦) આજી ફિલ્ટર પ્લાન્ટ-૩ (૬૫.૪૫ એમએલડી)નું ઓપરેશન-પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામ દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટથી કરાવવા
(૧૧) આજી-૧ ડેમ સાઇટ પમ્પીંગ સ્ટેશનનું ઓપરેશન એન્ડ પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કરવાનું તેમજ આજી ફિલ્ટર પ્લાન્ટ પર મેનપાવર સપ્લાય કરવાનું કામ દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટથી કરાવવા
(૧૨) વોર્ડ નં.૭માં આવેલ મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.૧૧નું જુનું બિલ્ડીંગ દુર કરી નવું બિલ્ડીંગ બનાવવા
(૧૩) વોટર પ્યુરીફાયર તથા રીવર્સ ઓસ્મોસીસ (આર.ઓ.) પ્લાન્ટ ખરીદ કરવા તથા મેઇન્ટેનન્સનો રેઇટ કોન્ટ્રાક્ટ કરવા
(૧૪) વોર્ડ નં.૧૧,૧૨માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાકટ આપવા
(૧૫) વોર્ડ નં.૧૧માં મવડી સ્મશાનમાં શેડ બનાવવા
(૧૬) વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨માં ડીઝાઇન રોડ કરવા
(૧૭) વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં આવેલ રામેશ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં ડી.આઇ.પાઇપલાઇન નાખવા
(૧૮) સીવર લાઇન ક્લીનીંગ કામે સીવર રૂટ કટર મશીનો ખરીદ કરવા
(૧૯) મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમહુર્ત કાર્યક્રમ અન્વયેનું ચુકવેલ ખર્ચ બહાલ રાખવા તથા ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા
(૨૦) વોર્ડ નં.૧૨-અમાં સમાવિષ્ટ વિસ્તારોની પાર્ટ ટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ કરી, કચરો ઉપાડવાની કામગીરીનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ કરવા
(૨૧) વોર્ડ નં.૧૮માં જુદા જુદા રોડને ડામર પેવર કાર્પેટ અને રીકાર્પેટ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૨૨) રેસકોર્ષ સંકુલમાં આવેલ સ્વિમિંગ પુલ પાસે ચિલ્ડ્રન શાવર રૂમ, કોચ રૂમ બનાવવાના તથા સ્વિમિંગ પુલ ટાઈલ્સ બદલવાના કામની રીવાઈઝડ ખર્ચને મંજુરી
(૨૩) આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ ચુકવવાનુ બાકી ખર્ચ મંજુર કરવા
(૨૪) પ્રજાસત્તાક પર્વ ઉજવણીમાં યોજાયેલ લોકડાયરો તથા જાગો હિન્દુસ્તાની કાર્યક્રમમાં થયેલ ચુકવેલ ખર્ચ બહાલ રાખવા અને ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા તેમજ અન્ય કાર્યક્રમનું ચુકવવાનું બાકી ખર્ચ મંજુર કરવા
(૨૫) મધ્ય ઝોનના વોંકળા, બોકસ ગટર વિગેરે ફુલ ટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ તથા કચરા એકત્રીકરણની કામગીરીનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ કરવા
(૨૬) વોર્ડ નં.૧માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૨૭) વોર્ડ નં.૨માં હરીહર ચોકમાં જુનો મેશનરી આર્ચ કલ્વર્ટ દુર કરી, નવો બોકસ કલ્વર્ટ બનાવવાના તથા સદર પોલીસ સ્ટેશન પાસે તથા મહિલા પોલીસ સ્ટેશન પાસે સ્લેબ કલ્વર્ટ સ્ટ્રેન્ધનિંગ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૨૮) વોર્ડ નં.૯માં મુંજકામાં હયાત એસપીએસમાં ડ્રેનેજ હાઉસ કનેકશન સિસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૨૯) મુંજકા વિસ્તારમાં પ્રપોઝડ એસપીએસ માં(પાર્ટ-૧ થી પ)માં ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૩૧) મુંજકા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા
(૩૨) સ્મશાનોના સંચાલન માટે વિવિધ સામાજિક સંસ્થાઓને મુદ્દત વધારો તથા ગ્રાન્ટ આપવા
(૩૩) વોર્ડ નં.૩માં નવી વોર્ડ ઓફિસ ૩-બ બનાવવા
(૩૪) વોર્ડ નં.૨માં આવેલ જાગૃતિ શ્રમજીવી સોસાયટી શેરી નં.૧૦ના છેડે આવેલ કોમન પ્લોટમાં બાલક્રિડાંગણ બનાવવા
(૩૫) વોર્ડ નં.૩માં ગુમાનસિંહજી માર્કેટ પાછળ આવેલ રોડ પર સી.સી. કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
(૩૬) વોર્ડ નં.૩માં ટી.પી.સ્કીમ નં.૧૯ના સાધુ વાસવાણી કુંજ રોડ પાસેના એફ.પી. નં.૧૦-બી, ૧૬-બી, ૧૬-સી પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા
(૩૭) વોર્ડ નં.૩માં રેલનગર મેઇન રોડ પર રાજકોટ ટી.પી.સ્કીમ નં.૧૯, એફ.પી.નં.૨૧-એ માં ડિવાઇડર બ્લોક તથા ગાર્ડન ડેવલપ કરવા
(૩૮) ડી.આઇ.પાઈપલાઇન નેટવર્કની કામગીરી માટે જુદી જુદી સાઇઝના કાસ્ટ આયર્ન સ્લુસ વાલ્વ અને ટેમ્પરપ્રૂફ એર વાલ્વ ખરીદ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech