પદથી હટાવતાં આસીમ મુનીરે મારી પત્ની વિરુદ્ધ વેરવૃત્તિથી કાર્યવાહી કરી : ઈમરાન

  • November 30, -0001 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઈમરાન ખાને સોમવારે (બીજી જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર એક પોસ્ટ દ્વારા જનરલ મુનીરની કથિત બદલાની ભાવનાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 'જ્યારે હું વડાપ્રધાન હતો અને મેં જનરલ આસિમ મુનીરને ઇન્ટર સર્વિસેઝ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના ડિરેક્ટર જનરલ પદથી દૂર કર્યા તો તેમણે મારી પત્ની બુશરા બીબી સાથે આ મુદ્દે વાતચીત કરવા માટે અમુક માધ્યમો દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, બુશરા બીબીએ સ્પષ્ટ રૂપે ઈનકાર કરી દીધો અને કહ્યું કે, તે આ મામલે સામેલ નથી અને કોઈને નહીં મળે.'


ઈમરાન ખાનનું કહેવું હતું કે, અહીંથી જનરલ મુનીરની મારા પ્રતિ નારાજગી શરૂ કરી. જનરલ આસિમ મુનીરની આ બદલાની ભાવનાના કારણે બુશરા બીબીને 14 મહિનાની અન્યાયપૂર્ણ કેદ અને અમાનવીય વ્યવહારનો સામનો કરવો પડ્યો.


આ વિશે વધુમાં ઈમરાન ખાને લખ્યું કે, 'જે પ્રકારે મારી પત્નીને વ્યક્તિગત બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવી, આવું પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારે નથી થયું. આવું તો તાનાશાહી વખતે પણ નહતું. મારા પર એવા આરોપો લગાવવામાં આવ્યા, જેનો આજસુધી પુરાવો નથી મળ્યો. મારા પર જૂઠા આરોપો લગાવીને અનેકવાર ધરપકડ કરવામાં આવી. આ એક ઘરેલું મિહિલા છે, જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મને છેલ્લાં ચાર અઠવાડિયાથી મને મારી પત્નીને મળવાની મંજૂરી પણ નહતી આપવામાં આવી. જેલના નિયમો અનુસાર, મારી મુલાકાત 1 જૂને નક્કી કરી હતી, પરંતુ કોર્ટના આદેશ છતાં તે મુલાકાત રોકી દેવામાં આવી હતી.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application