ભાવનગરમાં આજે શનિવારે માવઠાની આગાહી વચ્ચે સવારથી જ સૂર્યદેવ પૂર્ણપણે પ્રકાશિત રહયા હતા. માવઠાની આગાહી વચ્ચે બપોર સુધી જિલ્લાભરમાં વરસાદ ન પડતાં લોકો અને ખેડૂતોને રાહત થઈ હતી.લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી ઘટીને ૧૫.૭ ડિગ્રી રહેતા ઠંડીનું જોર વધ્યુ હતું.મહત્તમ તાપમાન વધીને ૨૮.૪ ડિગ્રી, ભેજ ૬૬ ટકા, પવનની ઝડપ ૧૨ કિ.મી. રહી હતી.
રાજ્યના હવામાન વિભાગે તા.૨૬થી ૨૮ ડિસેમ્બર સુધી ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી હતી.જેમાં આજે તા.૨૮ને શનિવારે સવારથી જ સૂર્યદેવ પૂર્ણપણે પ્રકાશિત રહયા હતા. લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી ઘટીને ૧૫.૭ ડિગ્રી નોંધાતાં ઠંડીની તીવ્રતા વધી હતી. મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી વધીને ૨૮.૪ ડિગ્રી રહયું હતું. છેલ્લા બે સપ્તાહથી ઠંડીનું પ્રમાણ સારૂ એવું રહે છે.ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો હતો.ઠંડી સારા એવા પ્રમાણમાં વધતા ગરમ કપડાંનું વેચાણ વધ્યુ હતુ. સીઝનમાં હવે સારા પ્રમાણમાં ઠંડી અનુભવાઈ રહી છે.
શહેરનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નજીક રહેતા આકરી ગરમી અને સખ્ત બફારાથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ હવે તાપમાન ઘટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.આથી લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો છે.સવારે વોક કરનારાઓ અને કસરત કરનારાઓની સંખ્યા વધી છે.ચા - કોફી,ઉકાળા, ઘાવા વગેરેનીની ખપત વધી છે. ઠંડીનું પ્રમાણ ખૂબ વધતા ગરમ કપડાંનું વેચાણ વધ્યુ છે.જવાહર મેદાનમાં તિબેટવાસીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમ કપડાના વેચાણ માટે એકાદ મહિનાથી આવી પહોંચ્યા છે.છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધતા ગરમ કપડાંની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે.આથી વેપારીઓના ચહેરા પર ચમક આવી છે. મહત્તમ તાપમાનમાં ૧.૪ ડિગ્રીનો વધારો થઈ ૨૮.૪ ડિગ્રી રહયું હતું. ફરીથી મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.માગશર માસના અંતિમ સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.હજી ઠંડી વધવાની સંભાવના છે.ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો હતો.ગરમ કપડાંનું વેચાણ વધ્યુ છે.ઠંડી વધતા સાંજે લોકો વહેલા ઘરે પહોંચી જાય છે. શહેરનું મહત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી ઘટીને ૧૫.૪ ડિગ્રી થતા ઠંડી વધી હતી. આજે શનિવારે સવારે ભેજ ૬૬ ટકા રહયો હતો. જ્યારે પવનની ઝડપ ગઈકાલની માફક આજે સવારે ૧૨ કિ.મી. યથાવત રહી હતી. માગશર માસના અંતિમ સપ્તાહમાં ઠંડી સારી એવી રહી છે.ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘઘટ થયા કરે છે. આ વર્ષે થોડી મોડી મોડી પણ ઠંડી પડી છે.આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech