પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મેદસ્વિતા ક્લિનિક શ થયાના દોઢ મહિનાની અંદર ૬૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો છે.
પોરબંદરના સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત"અભિયાનના ભાગપે ’મેદસ્વિતા ક્લિનિક’ શરૂ કરવામાં આવી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા સામે જાગૃતિ લાવવાનો આહવાન કર્યાં બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આ પ્રકારની આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાતે ૧ લી માર્ચથી કાર્યરત ક્લિનિક દર સોમવારથી શુક્રવાર સુધી સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.આ ક્લિનિકમાં ડો. સંજય જોશી અને અન્ય તબીબો દ્વારા દર્દીઓની વજન અને ઊંચાઈની ચકાસણી કરીને બી.એમ.આઈ.ના આધારે મેદસ્વિતાનું નિદાન કરવામાં આવે છે.
મેદસ્વિતા કે માત્ર વધુ વજન નહી પણ ડાયાબિટીસ, થાઇરોઈડ અને અન્ય આંતરિક બીમારીઓનું પ્રારંભિક લક્ષણ બની શકે છે. ક્લિનિક મારફતે દર્દીઓને યોગ્ય સારવાર, આહાર માર્ગદર્શન અને કસરતની માહિતી આપવામાં આવે છે તેમજ મેદસ્વિતાની માહિતી માટે વિશેષ પુસ્તિકા વિતરણ પણ થાય છે.
ગત ૧ માર્ચથી ૧૫ એપ્રિલ દરમિયાન આ ક્લિનિકમાં ૬૦૦ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી ૧૫૦ દર્દીઓમાં ઊંચું બી.એમ.આઈ નોંધાયું હતુ અને ૨૪ પુરૂષો તથા ૧૬ મહિલાઓમાં પ્રથમ વખત ડાયાબિટીસ જણાઇ આવી છે. ઉપરાંત, ૧૨ મહિલાઓમાં થાઇરોઈડ જેવી સમસ્યાઓના પણ લક્ષણો જોવા મળ્યા છે.મેદસ્વિતા ક્લિનિક રાજ્યના નાગરિકોને આરોગ્ય સંચેત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે એક સશક્ત પગલું છે.
ડો.ગૌરવ ભંભાણી દ્વારા જાહેરમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે પોરબંદર શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકોએ આ ક્લિનિકનો પૂરતો લાભ લેવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય: વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 11:52 AMબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech