મોઢવાડા અને સોઢાણા માંથી ૧૭ જેટલા જુગારીઓ ઝડપાયા

  • March 17, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના મોઢવાડા અને સોઢાણા ગામેથી પોલીસે ૧૭ જુગારીઓને ૮૫,૦૦૦ થી વધુ ના મુદ્દામાલ સાથે જુગટુ ખેલતા પકડી પાડ્યા છે.
મોઢવાડા નો દરોડો 
પોરબંદર નજીકના મોઢવાડા ગામે હોડી ટીંબા વિસ્તારમાં રહેતા નાગા લખુ મોઢવાડિયા નામના ઇસમે પોતાના મકાનમાં બહારથી લોકોને એકત્ર કરીને જુગારનો અડ્ડો શ‚ કર્યો છે તેવી માહિતીના આધારે બગવદર પોલીસે દરોડો પાડ્યો હતો 
જેમાં જુગાર ધામ ચલાવનાર નાગા લખુ મોઢવાડિયા ઉપરાંત મોઢવાડા ના હોડી ટીંબા વિસ્તારમાં રહેતા હાજા પોપટ મોઢવાડિયા, કિશોરગીરી કાંતિ ગીરી ગોસ્વામી, દુલા જીવા ઓડેદરા, રામ હાથીયા મોઢવાડિયા, મોઢવાડા ના આવળ માતાજીના મંદિર પાસે રહેતા પરબત ઉર્ફે લીલા દેવા ઓડેદરા વડાળા ગામ થી વિસાવાડા જતા રસ્તે રહેતા લખમણ ભીમા મોઢવાડિયા મોઢવાડા ગામે મહેર સમાજ પાસે રહેતા જયમલ ભનુ મોઢવાડિયા અને ભાવપરાના વિજય વસ્તા ઓડેદરા ને પકડી પાડ્યા હતા આરોપીઓ પાસેથી ૪૮,૧૪૦ ની રોકડ તથા ૨૬૦૦૦ ના છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૪,૧૪૦ ના મુદ્દા માલ બગવદર પોલીસે કબ્જે કર્યો હતો.
સોઢાણા ગામે દરોડો
પોરબંદર નજીકના સોઢાણા ગામે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા તેવી બાતમીના આધારે બગવદર પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો જેમાં સોઢાણા ગામના સાત ઇસમો ખીમા ભીખા સિંગરખીયા, રાજા ભીખા ખરા, માધા જીવા ચાંડપા દિલીપ માધા ચાંડપા, રાજુ ઉર્ફે સીનુ નથુ ખરા, વિનોદ માધા ચાંડપા, અશોક વજસી ખરા અને કુણવદરના પરબત ભીખા પાતરને પોલીસે ૧૧,૨૯૦ ની રોકડ સાથે પકડી લીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application