પીએમ નરેન્દ્ર મોદીની અણાચલ પ્રદેશની તાજેતરની મુલાકાત અંગેની ટિપ્પણી પર ચીનના વાંધાને ભારતે સખત રીતે નકારી કાઢો છે. ભારતે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું છે કે અણાચલ પ્રદેશ દેશનો અભિન્ન અગં છે અને રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે પીએમની અણાચલની મુલાકાતને લઈને ચીની પક્ષની ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢે છે.દેશના અન્ય રાયોની જેમ ભારતીય નેતાઓ પણ અણાચલ પ્રદેશની સમયાંતરે મુલાકાત લે છે. આવા પ્રવાસો અને વિકાસના પ્રોજેકટ સામે વિરોધ વ્યકત કરવાનો કોઈ અર્થ નથી. આવી મુલાકાતો સામેના આવા વાંધાઓ એ હકીકતને બદલી શકતા નથી કે અણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાય અગં છે અને રહેશે.
મોદીની અણાચલ યાત્રા સામે ચીને વિરોધ વ્યકત કર્યેા હતો
ચીને સોમવારે કહ્યું હતું કે તેણે ગયા અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદીની અણાચલની મુલાકાતને લઈને ભારત સાથે રાજદ્રારી વિરોધ નોંધાવ્યો છે. ચીન, જે અણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે, તેણે કહ્યું હતું કે તે પીએમ મોદીની મુલાકાતની સખત નિંદા કરે છે અને ભારતનું પગલું સરહદ મુદ્દાને વધુ જટિલ બનાવશે
ચીને આ પહેલા પણ આવા કાર્યેા કર્યા છે
મોદીએ શનિવારે અણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે હજારો કરોડ પિયાના પ્રોજેકટનું ઉધ્ઘાટન અને શિલાન્યાસ કર્યેા હતો. આ પ્રોજેકટસમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેલા પાસ ટનલનો પણ સમાવેશ થાય છે. આ ટનલ દ્રારા તવાંગને દરેક હવામાનમાં કનેકિટવિટી મળશે અને એલએસી વિસ્તારમાં સૈનિકોની અવરજવરમાં પણ સુધારો થશે.આનાથી ચીન પરેશાન છે. જો કે, આ પહેલીવાર નથી યારે ચીને આ પ્રકારના પ્રવાસનો વિરોધ કર્યેા હોય. તે અગાઉ પણ ઉત્તર પૂર્વના આ રાજય પર પોતાનો અધિકાર બતાવી રહ્યો છે
ચાર વર્ષના તણાવથી ભારત કે ચીનને કઈં મળ્યું નથી: જયશંકર
પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના ચાર વર્ષ જૂના સરહદ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન બંને દેશોમાંથી કોઈને પણ તણાવથી કઈં મળ્યું નથી. ભારત વાજબી અને ન્યાયી ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તે એવું હોવું જોઈએ જે કરારોનું સન્માન કરે અને વાસ્તવિક નિયંત્રણ રેખાને માન્યતા આપે.એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન જયશંકરે કહ્યું કે ભારતે કયારેય પાકિસ્તાન સાથે વાતચીત માટે પોતાના દરવાજા બધં કર્યા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech