T20 વર્લ્ડ કપ 2024માં USA vs IND સામે રમાઈ રહેલી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા યુએસએની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
ભારતીય ટીમના યુવા બોલર અર્શદીપ સિંહે શરૂઆતની ઓવરના પહેલા જ બોલે જ તબાહી મચાવીને અમેરિકાને આંચકો આપ્યો હતો. અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર શયાન જહાંગીરને આઉટ કર્યો હતો. આ સાથે તેણે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ લીધી અને આ દરમિયાન તેણે ઈતિહાસ રચી દીધો. T20I મેચમાં પ્રથમ બોલ પર પ્રથમ વિકેટ લેનારો અર્શદીપ પ્રથમ ભારતીય બોલર બન્યો.
ભારતીય ટીમના યુવા બોલર અર્શદીપ સિંહે શરૂઆતની ઓવરના પહેલા જ બોલે જ તબાહી મચાવીને અમેરિકાને આંચકો આપ્યો હતો. અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર શયાન જહાંગીરને આઉટ કર્યો હતો. આ સાથે તેણે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ લીધી અને આ દરમિયાન તેણે ઈતિહાસ રચી દીધો.
તમને જણાવી દઈએ કે અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપ મેચના પહેલા બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપ સિંહ T20 ઇન્ટરનેશનલ મેચની ઇનિંગ્સના પ્રથમ બોલ પર ભારત માટે વિકેટ લેવાના સંદર્ભમાં ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાની ક્લબમાં પ્રવેશ્યો. અર્શદીપ સિંહે T20WCમાં ભારત માટે સૌથી વધુ વિકેટ (2) લેવાની બાબતમાં ભુવનેશ્વર કુમારના રેકોર્ડની બરાબરી કરી.
T20 WC મેચના પ્રથમ બોલ પર વિકેટ લેનારા બોલરોનું લીસ્ટ
મશરફે મુર્તઝા (BAN) vs AFG, 2014
શાપૂર જારદાન (AFG) vs HK, 2014
રૂબેન ટ્રમ્પલમેન (NAM) vs SCO, 2021
રુબેન ટ્રમ્પલમેન (NAM) vs ઓમાન, 2024
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech