પોરબંદર નજીકના શીંગડા ગામે વડીલોપાર્જિત જમીનના મનદુ:ખમાં બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.
શીંગડા ગામે કરાર સીમમાં રહેતા કાનાજી માલદેજી ઓડેદરા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેને અને રામાજી ઉર્ફે ભુપતજી પરબતજી ઓડેદરાને વડીલોપાર્જીત જમીન બાબતે મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ.
તેનુ મનદુ:ખ રાખીને રામાજી ઉર્ફે ભુપતજી ફોરવ્હીલમાં ધારિયા સાથે આવી પહોંચ્યો હતો અને ફરીયાદીના મકાનની બાજુમાં જઇ કાનાજી તથા કેશુભાઇને ગાળો આપી હતી તથા કેશુભાઇને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આથી જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો કાનાજી દ્વારા રામાજી ઉર્ફે ભુપતજી સામે બગવદર પોલીસમથકમાં નોંધાવવામાં આવ્યો છે.
ક્રોસ ફરિયાદ
સામે પક્ષે શીંગડા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા રામાજી ઉર્ફે ભુપતજી પરબતજી ઓડેદરા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેને અને કાનાજી માલદેજી ઓડેદરાને વડીલોપાર્જીત જમીન બાબતનુ ઘણા લાંબા સમયથી મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ તેથી કાનાજીએ રામાજીને ગાળો દઇને કુહાડીની મુંદર વડે માર માર્યો હતો. કેશુજી માલદેજી ઓડેદરાએ ફરીયાદીને પકડી રાખ્યો હતો.
તથા સંતોકબેન માલદેજી ઓડેદરા અને કિરણબેન કેશુજી ઓડેદરાએ લાકડી વડે ફરીયાદીને આડેધડ માર માર્યો હોવાનુ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech