અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર એક નવી ફિલ્મ માટે ફરી સાથે મળી રહ્યા છે. મેરે હસબન્ડ કી બીવી ફિલ્મ માટે અર્જુન કપૂર ભૂમિ પેડનેકર ફરી જોડાયા છે. નેટીઝન્સ ટ્રોલ કરી રહ્યા છે કે હીરો નહીં ચલેગા.
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. અગાઉ 2023માં તેની ભૂમિ પેડનેકર સાથે 'ધ લેડી કિલર' નામની ફિલ્મ હતી. આ ફિલ્મને બોલિવૂડની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. લેડી કિલરની નિષ્ફળતા બાદ હવે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર ફરી એક નવી ફિલ્મ ટે સાથે આવી રહ્યા છે.
અર્જુન કપૂરે તેની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'ની જાહેરાત કરી છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં એક માણસનું જૂતું સ્ટિલેટો અને પંજાબી જુટ્ટી વચ્ચે ફસાયેલું જોવા મળે છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે- અહીં પ્રેમની ભૂમિતિ થોડી ટ્વિસ્ટેડ છે, કારણ કે આ પ્રેમ ત્રિકોણ નથી, આ એક સંપૂર્ણ વર્તુળ છે. 'મેરે હસબન્ડ કી બીવી' 21 ફેબ્રુઆરી, 2025 થી સિનેમાઘરોમાં આવશે.
અર્જુન કપૂર જબરો ટ્રોલ થયો
સોશિયલ મીડિયા યુઝર્સ તેમની નવી ફિલ્મની જાહેરાત પોસ્ટ પર અર્જુન કપૂર અને ભૂમિને ટ્રોલ કરી રહ્યા છે અને ફિલ્મને આપત્તિ ગણાવી રહ્યા છે. મુદસ્સર અઝીઝ 'મેરે હસબન્ડ કી બીવી'નું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની સાથે રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. જેકી ભગનાની અને વાસુ ભગનાની આ ફિલ્મને પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચપીપળા અને ત્રાપજ વચ્ચે બાઈક આડે રોઝડું આવતા યુવાન વેપારીનું મોત
May 20, 2025 04:20 PMશહેરમાં રહેતા શખ્સે મોડી રાત્રે દિવાલ ઠેકી ઘરમાં ઘુસી કિશોરીની છેડતી કરી
May 20, 2025 04:17 PMસાંઢીયાવાડ નજીક મોડી રાત્રીના યુવાન પર જીવલેણ હુમલો
May 20, 2025 04:14 PMઘરે જ બનાવો દેશી સ્ટફિંગથી બનાવેલ એકદમ બજાર જેવા સ્પ્રિંગ રોલ્સ
May 20, 2025 04:11 PMશહેરમાં સ્ત્રી શક્તિઓ દ્વારા સિંદૂર યાત્રા
May 20, 2025 04:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech