ભાવનગર જિલ્લામાં શુક્રવારે આખો દિવસ આકરી ગરમી અને ભારે બફારા બાદ મધરાતે બાર વાગ્યા બાદ અર્ધા ગોહિલવાડમાં ભારે વિજગર્જના સાથે મધરાતે મેઘો જામ્યો હતો અને પા થી દોઢ ઈંચ વરસાદ વરસાવી દીધો હતો.જેમાં ભાવનગર શહેરમાં એક,વલભીપુરમાં પા,ઉમરાળામાં પોણો,ઘોઘા અને સિહોરમાં દોઢ - દોઢ ઈંચ વરસાદ પડયો હતો.
હવામાન વિભાગ દ્વારા શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.પરંતુ ભાવનગર શહેરમાં આખો દિવસ લોકો ગરમીમાં શેકાયા હતા અને બફારામાં બફાયા હતા.રાત્રે બાર વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વિજ ગર્જના સાથે જોતજોતામાં પહેલા ધીમો અને પછી ધોધમાર વરસાદ પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.શહેરમાં એક ઈંચ પાણી પીરસી દીધું હતું.
મધરાતે શિહોર અને ઘોઘામાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી અને બંને સ્થળોએ દોઢ -દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું.આ વર્ષે સિહોરમાં ગત વર્ષ કરતા ખૂબ જ સારી મેઘમહેર થઈ છે.જો કે અત્યારનો વરસાદ પાક માટે નુકસાનકારી બન્યો છે.
ઉમરાળામાં મેઘરાજાએ થોડા દિવસો બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘાએ પોણો ઈંચ પાણી પીરસી દીધું હતું.જ્યારે વલભીપુરમાં પણ પા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
શુક્રવારે રાતે ૧૨ વાગ્યાથી શનિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં ભાવનગરમાં ૨૪,વલભીપુરમાં ૯, સિહોરમાં ૩૮, ઉમરાળામાં ૨૧,ઘોઘામાં ૩૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech