રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા મિલકત વેરા બિલમાં નામ ટ્રાન્સફર ફીમાં ગત માસથી લેઇટ ફી વસૂલવાનો અમલ શ કરાતા હવે દરરોજ નામ ટ્રાન્સફરની અરજીઓ આવવા લાગી છે. હાલ સુધી તો વર્ષે ગમે તેટલી મિલકતોના સોદા થયા હોય મિલકત વેરામાં નામ ટ્રાન્સફર માટે વર્ષે માંડ ૧૫૦૦થી ૨૦૦૦ અરજીઓ આવતી હતી પરંતુ નવા નાણાંકીય વર્ષના પ્રારંભથી લેઇટ ફીનો અમલ શ કરાતા ગત એપ્રિલ મહિનામાં જ ૩૫૦ જેટલી અરજીઓ ઇનવર્ડ થઇ છે.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે નામ ટ્રાન્સફર થયાના ૯૦ દિવસ સુધીમાં મિલ્કતવેરામાં નામ ટ્રાન્સફરની અરજી રજૂ કરે તો નિયમાનુસરની ફી વસૂલી નામ ટ્રાન્સફર કરી અપાશે ત્યારબાદ .૫૦૦ની લેઇટ ફી વસુલાશે અને જેમ વધુ સમય વિતશે તેમ વધુ ફી વસુલાશે. મિલકતનો વપરાશ શ કરાયા પછીથી સમયાંતરે મિલ્કતધારકો બદલતા રહ્યા હોય પરંતુ નામ ટ્રાન્સફર કરાવ્યું હોય તેવા કિસ્સામાં જેટલા મિલ્કતધારક બદલ્યા હશે તે મુજબ અરજદાર પાસેથી ઉત્તરોત્તર લેઇટ ફી વસુલાશે.
ટેકસ બ્રાન્ચના સૂત્રોએ ઉમેયુ હતું કે મિલ્કતધારકો નામ ટ્રાન્સફર કરાવતા ન હોય તેવા કારણે રિકવરીમાં ભારે સમસ્યા સર્જાતી હતી તેમજ બાકીદારો સામે કાનૂની અને શિક્ષાત્મક પગલાં લેવામાં પણ અનેક અંતરાયો આવતા હતા પરંતુ હવે મિલકત વેરા નામ ટ્રાન્સફર માટે કડક જોગવાઇઓ અમલી બનાવતા અનેક અરજી ઓ આવી છે તેમજ હજુ સુધી અરજી કરી નથી તેવા અરજદારોએ પૂછપરછ શ કરી છે. ટૂંક સમયમાં આ માટે ઝોન વાઇઝ અને વોર્ડ વાઇઝ મિટિંગ યોજાશે તેમજ રિકવરી ડ્રાઇવ અંતર્ગત મિલ્કતવેરા બિલમાં નામ ટ્રાન્સફર થયેલું છે કે નહીં તેની ખાસ ચકાસણી કરવા સૂચના અપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજારમાં ભૂકંપ, એક જ દિવસમાં કરોડો ડોલરનું નુકસાન
April 06, 2025 11:57 PMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech