માત્ર ૨૨ દિવસના લગ્નજીવનમાં પતિ સાથે તકરારો મામલે પરિણીતાના ભરણપોષણની અરજીમાં કેસ ચાલતા દરમિયાન વચગાળાનું ભરણપોષણ મેળવવા કરેલી અરજી ફેમિલી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતી મહિલાએ દોશી હોસ્પિટલ પાસે રહેતા યુવક સાથે તા. ૦૬/ ૦૬/ ૨૦૨૨ના રોજ બીજા લગ્ન કરેલા, ત્યારબાદ માત્ર ૨૨ દિવસના લગ્નજીવનમાં બન્ને વચ્ચે તકરારો થઇ જતાં મહિલા પોતાના પિયરે જઇ પોતાના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં પતિ સામે આક્ષેપોવાળી અરજી કરી હતી. કોર્ટ દ્વારા પતિને નોટિસ બજતા પોતાના એડવોકેટ હર્ષિલ પી. શાહ સાથે કોર્ટમાં હાજર થયેલ અને પરિણીતાની અરજીના વાંધા તથા તેના સમર્થનમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલા હતા. જે ચાલુ કેસ દરમિયાન પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા વચગાળાની અરજી કરી હતી. તેમાં પતિની માસિક રૂ. 50 થી 60 હજાર જેવી આવક, પોતાની માત્ર ૪, ૫ હજારની આવકનું જણાવી મેડિકલ ખર્ચ સહિત વચગાળાના ભરણપોષણ માટે રૂ. ૨૦ હજારની માંગણી કરી હતી. જે સામે સામાવાળા પતિના વકીલ દ્વારા પરિણીતા પોતાનું ભરણપોષણ સક્ષમ હોવાનું , ખોટી અરજી કરી પોતાના મોજશોખ પૂરા કરવા ૧૫ લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગણી અને દબાણ કરતાં હોવાની રજૂઆતો કરવામાં આવેલી, તેમજ મૌખિક તથા લેખિત દલીલોમાં CRPC કલમ ૧૨૫ (૪) મુજબ પણ પત્નીએ વિના કારણે પતિનો ત્યાગ કરી મોટી રકમ મેળવવા પતિને ધમકાવવા વચગાળાના ભરણપોષણમાં મોટો હુકમ મેળવી, ડિવોર્સ માટે મોટી રકમ પડાવવાનો હેતુ હોય, જેથી સ્ત્રી તરફેના કાયદાનો દુરુપયોગ અટકાવવા દલીલ માન્ય રાખી પત્નીની વચગાળાના ભરણપોષણની અરજી રદ્દ કરવામાં આવી છે. આ કામમાં સામાવાળા પતિ વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ , આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા તથા સંજયભાઈ મેરાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech