ગુજરાતમાં પહેલી વાર યોજાયો ફિલ્મફેર એવોર્ડ સમારોહ: રણબીરને બેસ્ટ એક્ટર ,આલિયા બેસ્ટ એક્ટ્રેસ જાહેર
ગાંધીનગરમાં પહેલી જ વાર ફિલ્મફેર એવોર્ડ સમારોહનું ધમાકેદાર આયોજન થયું હતું. જેમાં બોલીવુડની નામી હસતી ઓ એ હાજરી આપી જલવા વિખેર્યા હતા. ફિલ્મફેર એવોર્ડમાં '12મી ફેલ'ને ચાર કેટેગરીમાં તો ફિલ્મ 'એનિમલ'ને ત્રણ એવોર્ડ મળ્યા છે.
69મા ફિલ્મફેર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. બોક્સ ઓફિસની જેમ રણબીર કપૂરની 'એનિમલ' અને વિધુ વિનોદ ચોપરાની '12મી ફેલ' એ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ફિલ્મ '12મી ફેલ'ને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. જ્યારે 'એનિમલ' ત્રણ એવોર્ડ જીતી ચૂકી છે. જયારે રણબીરને બેસ્ટ એક્ટર ,આલિયા બેસ્ટ એક્ટ્રેસ જાહેર કરવામાં આવ્યા છે.
'12મી ફેલ' બેસ્ટ ફિલ્મ બની
'12મી ફેલ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો છે. આ શ્રેણીમાં 'જવાન', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'ઓહ માય ગોડ 2' અને 'પઠાણ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિક્રાંત મેસીની આ ફિલ્મ પહેલાથી જ ચારેબાજુથી ઘણી પ્રશંસા મેળવી ચૂકી છે અને હવે તેના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2024માં ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી છે.
કોણ બન્યા બેસ્ટ ડિરેક્ટર
બેસ્ટ ડિરેક્ટરની શ્રેણીમાં, અમિત રાયને ફિલ્મ 'ઓહ માય ગોડ 2' માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, એટલીને ફિલ્મ 'જવાન' માટેજ્યારે સિદ્ધાર્થ આનંદને 'પઠાણ' માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. કરણ જોહરને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે અને વિધુ વિનોદ ચોપરાને '12મી ફેલ' માટે નોમિનેશન મળ્યું હતું. જો કે વિધુ વિનોદ ચોપરા આ કેટેગરીમાં જીત મેળવી છે.
રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ અભિનેતા
શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ રણબીર કપૂરને 'એનિમલ' માટે મળ્યો છે. તેના ટક્કરમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, સની દેઓલ અને વિકી કૌશલ હતા. શાહરૂખને તેની 2 ફિલ્મો 'ડંકી' અને 'જવાન' માટે નોમિનેશન મળ્યું હતું. આ કેટેગરીમાં વિકીને ફિલ્મ 'સામ બહાદુર' માટે અને રણવીરને 'રોકી ઔર રાની...' માટે નોમિનેશન મળ્યું હતું. બીજી તરફ સનીને 'ગદર 2' માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો
આલિયા ભટ્ટને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. આ કેટેગરીમાં રાની મુખર્જી, ભૂમિ પેડનેકર, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને તાપસી પન્નુને નોમિનેશન મળ્યું હતું.
કોણ બન્યું બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-એક્ટ્રેસ
બીજી તરફ, વિકી કૌશલને ડંકી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો, જ્યારે શબાના આઝમીને 'રોકી ઔર રાની...' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ કલાકારોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ
આદિત્ય રાવલે 'ફરાઝ' માટે મેલ ડેબ્યુ ફિલ્મફેર એવોર્ડ જીત્યો જ્યારે અલીઝેહ અગ્નિહોત્રીને ફિલ્મ 'ફરે' માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂ એવોર્ડ જીત્યો હતો.
બીજી તરફ, જાણીતા નિર્દેશક ડેવિડ ધવનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મનોજ બાજપેયીને ફિલ્મ 'ઝોરમ' માટે બેસ્ટ ફિલ્મનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો છે.
રાનીને 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો છે.
વિક્રાંત મેસીએ '12મી ફેલ' માટે બેસ્ટ એક્ટરનો ક્રિટિક એવોર્ડ જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech