ભાવનગર શહેરના રિંગરોડ રૂવા રવેચીધામ પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવને લઇ લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. ગંગાજળિયા પોલીસ મથક ખાતે બીજલભાઈ ડાયાભાઈ મોરી (ઉ.વ.૩૩ ધંધો-મજુરી રહે.-એરપોર્ટ રોડ રામજી મંદીરની બાજુમાં રૂવા ગામ)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ એકાદ વાગ્યા (બપોરના) આસપાસ રવેચી માંના મંદીર થી પોતાના ઘરે જમવા માટે જતો હતો. તે દરમિયાન રવેચીમાંના મંદીરની બહાર નીકળતા ચોકડી પાસે પહોચતા સામેથી એક ટ્રક ચાલક તેનો ટ્રક પુરપાટ બેફીકરાઈથી ચલાવી આવતો હોય જેથી વળાંક વળવા જતા પાછળના ટાયરમાં મારી સ્પલેન્ડર મોટરસાયકલ નં.- જીજે ૦૪ એએમ ૭૫૪૯ પાછળના ટાયરમાં આવી ગઈ હતી. જે અકસ્માતમાં બીજલભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ માં હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાને લઇ લોકોના ટોળાં મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દ્વારા હોસ્પિટલ ખાતેથી ટ્રક નંબર જીજે ૩૨ વી ૯૬૮૬ ના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવવા અંગે ચાલક સામે સામે અકસ્માત સર્જી ઇજા પહોંચાડી હોવાની ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, પૂર્વ તૈયારીઓ શરૂ
April 05, 2025 12:12 PMજામનગરમાં પટેલ પાર્ક ચોકડી નજીક બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચડી જતાં અફડાતફડી
April 05, 2025 12:09 PMહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech