બોલિવૂડની ચમકદાર દુનિયામાં જ્યારે પણ સફળ અભિનેત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે કેટરીના કૈફનું નામ સૌથી પહેલા આવે છે. પોતાની સુંદરતા, મહેનત અને અભિનયના આધારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. કેટરિના 16 જુલાઈ 2024ના રોજ તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલિવૂડમાં કેટરિના કૈફની સફર ઘણી શાનદાર રહી છે.
કેટરીના કૈફે તેની કારકિર્દીમાં ઘણા એવોર્ડ જીત્યા છે, તેમાં એક વધુ સિદ્ધિનો સમાવેશ થાય છે જે તેને અન્ય તમામ અભિનેત્રીઓથી અલગ બનાવે છે. આ સન્માન જે અત્યાર સુધી માત્ર તેને જ મળ્યું છે. કેટરિના કૈફ માત્ર બોલિવૂડની ટોચની અભિનેત્રી જ નથી પરંતુ વૈશ્વિક આઈકન પણ છે. આ સાથે તે બોલિવૂડની રિયલ ડોલ છે. કેટરિના કૈફ એવી પહેલી ભારતીય અભિનેત્રી છે જેનાથી બાર્બી ડોલ પ્રેરિત છે. કેટરિના પહેલા, આ સન્માન આંતરરાષ્ટ્રીય ચિહ્નો મેરિલીન મનરો, શકીરા, ઓડ્રે હેપબર્ન, હેઈડી ક્લુમ અને એલિઝાબેથ ટેલરને આપવામાં આવ્યું હતું. આ સન્માન માત્ર કેટરીના માટે જ નહીં પરંતુ ભારતીય સિનેમા માટે પણ ગર્વની વાત છે.
કેટરીના કૈફે 2009માં લેક્મે ફેશન વીકમાં બાર્બી ઓલ ડોલ્ડ અપ શો દરમિયાન નિષ્કા લુલ્લા માટે રેમ્પ વોક કર્યું હતું. બાર્બીના 50મા જન્મદિવસના અવસર પર આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અમેરિકન મલ્ટીનેશનલ ટોય બનાવતી કંપની મેટલએ અભિનેત્રીને કેટરિના કૈફ બાર્બી ડોલથી દુનિયા સમક્ષ રજૂ કરી હતી. આ સાથે અભિનેત્રી ગ્લોબલ આઈકન બની ગઈ.
કેટરિનાને સલમાન ખાન સાથે ફિલ્મ 'મૈંને પ્યાર ક્યૂં કિયા' (2005)માં લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મની સફળતાએ તેને ઈન્ડસ્ટ્રીમાં લીડ એક્ટ્રેસ તરીકે સ્થાન બનાવવામાં મદદ કરી. આ પછી તેણે 'નમસ્તે લંડન', 'વેલકમ', 'સિંઘ ઈઝ કિંગ', 'ન્યૂયોર્ક', 'અજબ પ્રેમ કી ગઝબ કહાની', 'રાજનીતી' અને 'ઝિંદગી ના મિલેગી દોબારા' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા બતાવી. આ ફિલ્મોએ ઝડપથી કેટરિનાના કરિયરનો ગ્રાફ ઊંચો લીધો.
2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'એક થા ટાઈગર'એ કેટરીનાને બોલિવૂડના સુપરસ્ટાર્સની હરોળમાં મૂકી દીધી હતી. આ પછી 'ધૂમ 3', 'બેંગ બેંગ', 'ટાઈગર ઝિંદા હૈ', 'ભારત' અને 'સૂર્યવંશી' જેવી હિટ ફિલ્મોએ તેની સફળતામાં વધારો કર્યો. અભિનેત્રી છેલ્લે સાઉથ એક્ટર વિજય સેતુપતિ સાથે ફિલ્મ 'મેરી ક્રિસમસ'માં જોવા મળી હતી. હવે ચાહકો તેની ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મો ઉપરાંત કેટરિના કૈફ તેની મેકઅપ બ્રાન્ડ 'કે બ્યૂટી'નું સંચાલન પણ કરે છે અને કરોડોની કમાણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech