લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા જનતાના ખિસ્સા પર વધુ એક માર પડો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમૂલ શકિત, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે ૨ પિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ પડશે. આ ભાવ વધારો અમદાવાદ, ગાંધીનગર, ભચ, સૌરાષ્ટ્ર્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં લાગુ રહેશે.
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આજથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા ૬૪ પિયે પ્રતિ લિટર મળતા દૂધના હવે ૬૬ પિયા ચુકવવા પડશે. દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાશે તો ગરીબોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. દૂધની કિંમતમાં વધારો થતાં હવે આગામી દિવસોમાં ચા–કોફી, મીઠાઇ, દૂધની વિવિધ બનાવટોની કિંમતના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે
અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ ૫૦૦ મિલીના પિયા ૩૨ના બદલે હવે ૩૩ પિયા ચુકવવા પડશે. અમૂલ તાજા ૫૦૦ મિલીના ૨૬થી વધીને ૨૭ પિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત ૫૦૦ મિલીના ૨૯થી વધારી ૩૦ પિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લીટર બે પિયાનો વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવ વધારા બાદ અમૂલ ભેંસના દૂધની કિંમત ૭૦ પિયા પ્રતિ લીટર થશે યારે અમૂલ ગોલ્ડની કિંમત ૬૬ પિયા થશે. આ સિવાય અમૂલ શકિતની કિંમત ૬૦ પિયા સુધી પહોંચી જશે અને અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર ૫૬ પિયા ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત ૫૪ પિયા અને અમૂલ ટી–સ્પેશિયલની કિંમત ૬૨ પિયા પ્રતિ લિટર હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech