અમરેલી લેટરબોંબ કાંડ હવે ભાજપ–કોંગ્રેસની સાથે સાથે પોલીસ માટે પણ પ્રતિાનો જગં બની ગયો છે, લેટરકાંડમાં સંડોવણી દર્શાવી અમરેલી પોલીસએ પાટીદાર યુવતિને આરોપી બનાવી હતી તેણીએ કોર્ટમાં નહીં પરંતુ જામીન પર છૂટા બાદ પોલીસે પગના ભાગે દંડા અને પટ્ટા માર્યાનો આક્ષેપ કરી ધારાસભ્ય કૌશિક વેકરીયાને કાયદાના રક્ષકો સામે પગલા ભરવા ખુલ્લો પત્ર લખ્યો હતો. પાયલ ગોટીને મારમારવામાં આવ્યો હોવાના મુદ્દાને વધુ ગરમ બનાવી પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સમર્થનમાં આવ્યા હતા અને કુંવારી દીકરીને મારમારનાર પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની માગ કરી નકલી પત્રની અસલી મુદાઓની તપાસ કરવા માટે જણાવ્યું હતું. વધુમાં ગઈકાલે ધાનાણીએ ધારાસભ્ય વેકરિયાને પત્રના મુદ્દાઓની ચર્ચા કરવા માટે રાજકમલ ચોકમાં ચર્ચાના ચોરે આવવા માટે પડકાર ફેંકયો હતો, સાંજે ૬ વાગ્યાથી રાજકમલ ચોકમાં પરેશ ધાનાણી, વીરજી ઠુંમર, જેની ઠુંમર અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના આગેવાનોએ છાવણી નાખી હતી અને આઠ વાગ્યા સુધી ધારાસભ્ય વેકરીયાની ચર્ચામાં ભાગ લેવા માટે રાહ જોઈ હતી પરંતુ ધારાસભ્ય વેકરીયા ફરકયા ન હતા આથી ધાનાણી સહિતના નેતાઓએ શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તમે ખોટા છોવ એ અહીં સાબિત થઇ રહ્યું હોવાનું કહ્યું હતું. ધાનાણીએ ગઈકાલે કરેલી જાહેરાત મુજબ દીકરીને મારમારનાર પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવામાં નહિ આવે તો એસપી સામે ૨૪ કલાકના ધરણા કરશે તેમ જણાવ્યું હતું. અને આજે સવારથી પરેશ ધાનાણી એસ.પી.ઓફિસ સામે ધરણા પર બેઠા હતા.
ગઈકાલે અમરેલી લેટરકાંડમાં આરોપી તરીકે સામેલ પાયલ ગોટીએ મેડિકલ ટેસ્ટ કરવા માટે ઇન્કાર કરી દીધો હતો અને એસઆઈટીની તપાસમાં ભરોસો ન હોવાનું જણાવી આઇજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માગ કરી હતી. તેની સાથે હાઇકોર્ટના વકીલ આનદં યાજ્ઞિક પણ રહ્યા હતા અને આનદં યાજ્ઞિકએ પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, યુવતીના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેના કારણે માનવીય અધિકારનો ભગં થાય છે. અને બંદોબસ્ત હટાવી લેવાની માગ કરી હતી. વધુમાં કહ્યું હતું કે, ઘટના પછીના ૧૦ દિવસ પછી મેડિકલ તપાસ કરવામાં મારમાર્યેા હોવાનું ખુલે નહીં, ડીજીપીને બ મળીને અમરેલી પોલીસના જવાબદાર અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવશે તેમ ઊમેયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech