બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે જલ્દી જ લગ્નની શરણાઈ વાગશે. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર ત્રણ દિવસનો લગ્ન સમારંભ યોજાશે. ૧, ૨ અને ૩ માર્ચે જામનગરમાં આ આ યુગલ લગ્નજીવનની શરૂઆત કરશે. અંબાણી પરિવાર તેમના પૂર્વજોના આશીર્વાદ સાથે જ તેમના દીકરાના લગ્ન કરાવવા ઈચ્છે છે એટલા માટે તેઓએ તેમના હોમટાઉનમાં જ લગ્ન સમારંભનું આયોજન કર્યું છે. અંબાણી પરિવાર દ્વારા લાડકા પુત્રના લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ફંક્શનમાં અલગ અલગ થીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનોના સ્વાગતથી લઈને તેના રહેવા-જમવા ઉપરાંત વસ્ત્રો અને વાતાવરણ સહિતની તમામ બાબતોને ખુબજ ઝીણવટ પૂર્વક આવરી લેવામાં આવી છે.
ત્રણ દિવસનો ભવ્ય સમારંભ
રાધિકા અને અનંતની ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ થઈ હતી. બંનેના લગ્નની વિધિ ૧ માર્ચ ૨૦૨૪થી જામનગરમાં શરૂ થશે અને ખુબજ ઠાઠ સાથે ૧, ૨ અને ૩ માર્ચ દરમિયાન તેનો ભવ્ય લગ્ન સમારંભ યોજાશે જામનગર મુકેશ અંબાણીનું બીજુ ઘર છે. આથી પૂર્વજોની યાદી સાથે અંબાણી પરિવાર તેમના ફંક્શન અહીં જ યોજવા જઈ રહ્યા છે.
મહેમાનો માટે ચાર્ટર્ડ ફ્લાઈટ
ત્રણ દિવસના લગ્ન ફંક્શન માટે મહેમાનોને જામનગર પહોચવા માટે ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ છે. લગ્ન પહેલા, મહેમાનો માટે મુસાફરી, પરિધાનો અને રહેવાના આયોજન માટે કેટલીક વિગતો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવાર દ્વારા દિલ્હીથી જામનગરની કમિંગ અને રીટર્ન ફ્લાઈટ્સનું આયોજન કરાયું છે. ફ્લાઇટ ૧લી માર્ચના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યાની વચ્ચે ઉપલબ્ધ રહેશે. દરેક વ્યક્તિને સામાન માટે પણ એડવાઈઝરી આપવામાં આવી છે. જેમાં વ્યક્તિ દીઠ એક હેન્ડ લગેજ અને હોલ્ડ લગેજ અને કપલ દીઠ કુલ ત્રણ બેગ લઇ આવવાની ભલામણ કરાઈ છે. વધુના સામાન અલગથી ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે જામનગર પહોચાડવામાં આવશે.
અપેક્ષિત હવામાનની અગાઉથી જાણકારી
અંબાણી પરિવાર દ્વારા મહેમાનોને કોઈ અગવડતા ન પડે તે માટે અલગ અલગ ફંક્શન અને તેના સમય મુજબ અપેક્ષિત હવામાન પણ અગાઉથી આપવામાં આવ્યું છે, જેથી જામનગર આવનારા મહેમાનો પોતાના વસ્ત્રો અને પરિધાન પોતાની અનુકૂળતા મુજબ પસંદ કરે.
બ્યુટીશિયનની સુવિધા પણ ખરી
અંબાણી પુત્રના લગ્નમાં મહેમાનો માટે અલગ અલગ થીમ સાથે વિવિધ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તૈયાર થવા માટે મહેમાનોને હેર સ્ટાઇલીસ્ટ, મેકઅપ આર્ટીસ્ટ, બ્યુટીશીયનની સુવિધા આપવામાં આવશે. તેઓ મહેમાનોને દરેક ફંકશન મુજબ અલગ અલગ લૂક આપશે.
૨૪/૭ મેડીકલ સુવિધા ઉપલબ્ધ
અનંત અંબાણીના લગ્ન સમાંરભમાં સામેલ થનારા મહેમાનોની અંબાણી પરિવાર દ્વારા પૂરી કાળજી રાખવામાં આવી છે. મહેમાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લગ્ન સ્થળ પર તેમજ તેઓના રહેવાના સ્થળે પુરતી મેડીકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહેમાનોની સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ માટે લગ્ન કાર્ડમાં જ મેડીકલ ઈમરજન્સી નંબર આપવામાં આવ્યો છે.
એન ઇવનિંગ ઇન એવરલેન્ડ
પહેલા દિવસના એન ઇવનિંગ ઇન એવરલેન્ડ અટાયર ફંક્શનમાં એક અલગ જ થીમ રાખવામાં આવી છે, જેમાં મહેમાનો માટે આઉટફીટ થીમ એલીગન્ટ કોકટેલ રખાઈ છે. આ ફંકશનમાં તેઓને ઉપર્યુક્ત તસ્વીરમાં દર્શાવ્યા મુજબ પરિધાન કરવા જણાવાયું છે. આ ફંક્શન શુક્રવાર, ૧લી માર્ચના રોજ યોજાશે. તે દિવસનું અપેક્ષિત હવામાન: ૨૨૦ થી ૨૫૦ સેલ્શીયસ રહેશે.
અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ
બીજી માર્ચના રોજ બે ફંક્શન રાખવામાં આવ્યા છે. જેમાં પહેલુ ફંક્શન જંગલ થીમ પર આધારિત હશે. તેનું નામ અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ રખાયું છે, અને મહેમાનોના ડ્રેસ કોડ માટે જંગલ ફીવર થીમ રાખવામાં આવી છે. ઉપર્યુક્ત તસ્વીરમાં દર્શાવ્યા મુજબ આરામદાયક જૂતા અને કપડાં પસંદ કરવાની ભલામણ કરાઈ છે. તે દિવસનું અપેક્ષિત હવામાન: ૨૬૦ થી ૩૦૦ સેલ્શીયસ રહેશે.
મેલા રૂજ
બીજી માર્ચના રોજ બીજું એક ફંક્શન રાખવામાં આવ્યું છે જેનું નામ મેલા રૂજ રખાયું છે. જેમાં મહેમાનોના આઉટ ફીટ માટે ડેઝલિંગ દેસી રોમેન્સ થીમ પસંદ કરાઈ છે. આ ફંક્શન માટે વિવિધ મોડેલો પાસે મોડેલિંગ કરાવીને ડ્રેસ કોડ માટે તસવીરો આપાઈ છે તે મુજબ મહેમાનોને લાઈટ ઇન્ડિયન આઉટફીટ પહેવા માટે આગ્રહ કરાયો છે. તે દિવસનું અપેક્ષિત હવામાન: ૨૨૦ થી ૨૫૦ સેલ્શીયસ રહેશે.
હસ્તાક્ષર
ત્રીજી માર્ચના રોજ હસ્ત મેળાપના દિવસે યોજાનાર ફંક્શનનું નામ હસ્તાક્ષર રખાયું છે. જેમાં મહેમાનો માટે ડ્રેસ કોડ ઇન્ડિયન હેરિટેજ રખાયું છે. જેમાં મહેમાનોએ ઉપર દર્શાવાયેલ મુજબ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરે તેવા પારંપરિક તથા રજવાડી પોષક પહેરે તેવો આગ્રહ કરાયો છે. તે દિવસનું અપેક્ષિત હવામાન: ૨૨૦ થી ૨૫૦ સેલ્શીયસ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech