બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આજે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ તેના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર ઘણા સેલેબ્સ અને ફેન્સ અભિનેતાને અભિનંદન આપી રહ્યા છે. અક્ષય કુમારે પોતાના જન્મદિવસના અવસર પર તેની આગામી ફિલ્મની પ્રથમ ઝલક શેર કરીને તેના ચાહકોને ભેટ પણ આપી છે.
અક્ષય કુમારે 'ભૂત બંગલા'નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો
અક્ષય કુમારે 'ભૂત બંગલા'નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. પ્રિયદર્શન આ ફિલ્મનું નિર્દેશન કરશે. રસપ્રદ વાત એ છે કે અભિનેતા 14 વર્ષ પછી ડિરેક્ટર સાથે ફરી જોડાયો છે. તેની આગામી ફિલ્મની પ્રથમ ઝલક શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, " દર વર્ષે મારા મારા જન્મદિવસ પર તમારા પ્રેમ માટે આભાર!" આ વર્ષની ઉજવણી 'ભૂત બંગલા'ના ફર્સ્ટ લુક સાથે કરો! હું 14 વર્ષ પછી પ્રિયદર્શન સાથે ફરી જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ડ્રીમ કોલાબરેશનને ઘણો સમય થઇ ગયો છે. આ ઇન્ક્રેડીબલ જર્ની તમારા બધા સાથે શેર કરવા માટે આતુર છું. જાદુ જોવા માટે જોડાયેલા રહો!”
ગણેશ ચતુર્થીના દિવસે અક્ષય કુમારે મોશન પોસ્ટર સાથે જાહેરાત કરી હતી કે તે 9 સપ્ટેમ્બરે કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ લખ્યું હતું, “ગણપતિ બાપ્પા મોર્યા! તમારી સામે કંઈક નવું આવવાનું હોય તેની હિન્ટ આપવા માટે આજના જેવો શુભ દિવસ ક્યારે હોય શકે? આ સરપ્રાઈઝ મારા જન્મદિવસ માટે સેટ છે.” અક્ષયે આ પોસ્ટ સાથે ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો. જે પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અભિનેતા ભૂલ ભુલૈયા 3 અથવા હેરા ફેરી 3 ની જાહેરાત કરી શકે છે. આખરે અભિનેતાએ તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની જાહેરાત કરી છે.
'ભૂત બંગલા' ક્યારે રિલીઝ થશે?
પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડીએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે 'હેરા ફેરી', 'ગરમ મસાલા', 'ભાગમ ભાગ', 'ભૂલ ભુલૈયા' અને 'દેધનાધન' જેવી ક્લાસિક ફિલ્મો આપી છે, જેણે દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હવે આ આઇકોનિક જોડીએ ફરી એકવાર દરેકને ખૂબ જ ખુશ કરી દીધા છે અને ચાહકો તે જોવા માટે રાહ જોઈ શકતા નથી કે તેઓ સ્ક્રીન પર શું જાદુ કરવા જઈ રહ્યા છે. અક્ષયની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' એક હોરર કોમેડી છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની આશા છે. જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech