વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંઘર્ષભર્યા જીવનની વાર્તા પડદા પર બતાવવામાં આવશે. યુપીના મુખ્યમંત્રીની બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' છે. ફિલ્મનું પહેલું પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે એ જોઇને ચાહકો ફિલ્મ પ્રત્યે ઉત્સાહિત છે.
'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' શાંતનુ ગુપ્તાના પુસ્તક 'ધ મોન્ક હુ બિકમ ચીફ મિનિસ્ટર' પરથી પ્રેરિત છે. તે ડ્રામા, ઈમોશન, એક્શન અને બલિદાનની વણકહી વાર્તા દર્શાવશે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતા, પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર કેપ્શનમાં લખ્યું છે - 'તેમણે બધી વસ્તુનો ત્યાગ કર્યો પરંતુ જનતાએ તેમને પોતાના બનાવી લીધા.'
અભિનેતા અનંત જોશીએ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'માં સીએમ યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવી છે. ફિલ્મના પહેલા લુકમાં, તે યોગી આદિત્યનાથની જેમ જ ભગવા વસ્ત્રો પહેરેલો જોવા મળે છે. ગઈકાલે આ ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મમાં સીએમ યોગીના બાળપણના જીવન, નાથપંથી યોગી બનવાના તેમના નિર્ણય, રાજકારણમાં પ્રવેશ અને મુખ્યમંત્રી બનવા સુધીની તેમની સફર દર્શાવવામાં આવશે.
2025 માં અનેક ભાષાઓમાં રિલીઝ થશે આ ફિલ્મ
રવિન્દ્ર ગૌતમ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ અજય- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગીનું નિર્માણ રીતુ મેંગી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2025 માં જ અનેક ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'માં અનંત જોશી ઉપરાંત પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', અજય મેંગી, પવન મલ્હોત્રા, ગરિમા સિંહ અને રાજેશ ખટ્ટર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 19, 2025 11:36 AMદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech