રાજકોટમાં જંતુનાશક દવાના ધંધાર્થીએ ટંકારાના ગણેશપર ગામના મિત્ર પાસેથી લીધેલા રૂ. 8 લાખની ચુકવણી માટે આપેલા રૂપિયા બે-બે લાખના ચાર ચેક પરત થવાના જુદા જુદા ચાર કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પ્રત્યેક કેસ દીઠ રકમ રૂપિયા બે લાખ ફરિયાદીને ચૂકવવામાં કસૂર થયે કેસ દીઠ વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા નાગજીભાઈ નારણભાઈ ચૌધરી પાસેથી રાજકોટમાં ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવન ખાતે ક્રોપવેલ બાયોસાયન્સના નામે ખેતીમાં ઉપયોગી જંતુનાશક દવાનો ધંધો કરતા અને લક્ષ્મી સોસાયટીમાં રહેતા નિલેશ અમરભાઈ માકડીયાએ ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉપસ્થિત થતા રૂ. 8 લાખ હાથ ઉછીનાં લીધા હતા. જે રૂપિયાની ચુકવણી માટે નિલેશ માકડીયાએ રૂ.બે-બે લાખના કુલ ચાર ચેકો આપ્યા હતા. જે ચારેય ચેક વગર વસુલાતે પરત ફરતા લીગલ નોટિસ બાદ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ચારેય કેસો ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ટંકારા કોર્ટ દ્વારા આરોપી નિલેશ માકડીયાને જુદા-જુદા ચાર કેસમાં એક-એક વર્ષની સજા અને પ્રત્યેક કેસ દીઠ રકમ રૂપિયા બે લાખ ફરિયાદીને ચૂકવવામાં કસૂર થયે કેસ દીઠ વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી રાજકોટના સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ એસોસિયેટના ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, મંથન વિરડીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં કેયુર સંઘાણી, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી અને ભાવિન ખુંટ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech