મહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે

  • May 17, 2025 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં વિકાસના નામે લાખો નહીં કરોડો રૂપિયાનુ પાણી થઈ રહ્યુ હોવાની સાબિતી આપતું શહેરનું  મહિલા કોલેજ સર્કલને  વિક્સવવા સામે  સ્થાનિકો અને હોકર્સ દ્વારા ભારે  વિરોધ હોવા છતા મહાપાલિકા તંત્રને   રૂપિયા અઢી કરોડનો આંધળો ખર્ચ કરી નાખ્યા બાદ હવે લાલ માટી કાઢીને બ્લોક નાખવાનુ સૂઝયું  છે. પરિણામે વધુ  રૂપિયા ૧૧ લાખનુ  આંધણ કરવામાં આવશે. 
શહેરના  મહિલા કોલેજ સર્કલનો વિકાસ  કરવા મહાનગર પાલિકા તંત્ર અને શાસકો દ્વારા  આંધળો ખર્ચ કરવામાં આવ્યો  છે. રૂપિયા ૨.૧૭ કરોડનુ ટેન્ડર બહાર પાડયુ હતુ, જે કામ અઢી કરોડને પાર પહોંચ્યુ હતું. ગત  ફેબ્રુઆરીમાં  કામ તો પૂર્ણ થઈ ગયુ હતું.  તંત્ર અને શાસકો દ્વારા    રૂપિયા અઢી લાખ જેટલો ખર્ચ કરીને લાલ માટી  નાખવામાં આવી હતી.પરંતુ તંત્રને હવે લાગ્યું કે  ચોમાસામાં ગારો થશે તેથી   હવે  આ માટી કાઢી તેના સ્થાને બ્લોક ફીટ કરાશે.
 જ્યારે આ સર્કલ  કામ શરૂ કરવામાં   આવ્યુ હતુ ત્યારે જ સ્થાનિકો અને વોર્કસએ લેખિતમાં રજુઆતો કરીને વિરોધ કર્યો હતો, ભળેલા ગામોમાં નવુ સર્કલ કે ગાર્ડન ઉભુ કરી શકાય એટલો  ખર્ચ કરવામાં આવ્યો છે. છેવટે માટી કાઢીને બ્લોક નાખવાની નોબત આવી છે.
જેના પર લોકો ચાલી શકે એટલા માટે. પરંતુ કામ પૂર્ણ થઈ ગયા બાદ તંત્રવાહકો અને શાસકો દ્વારા  હવે માટી કાઢીને બ્લોક નાખવાનો ખર્ચ કરવામાં આવશે. બિલ્ડીંગ બિભાગની અણઆવડતના લીધે રૂપિયા ૧૧ લાખનો ખર્ચ બ્લોક નાખવા પાછળ કરવામાં આવશે. તો બીજી બાજુ અઢી કરોડ જેવો માતબર ખર્ચ કર્યા પછી પાછળથી માટી કાઢીને બ્લોક નાખવાનું પ્લાનિંગ   સરકારની ગ્રાન્ટ ઠેકાણે પાડવાનું હોવાનુ પણ  ચર્ચાઈ રહ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application