શહેરના રૈયા રોડ પર સિટી સેવન બિલ્ડિંગમાં ત્રીજા અને છઠ્ઠા માટે રહેતા પરિવારના ફ્લેટમાંથી ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી આ જ ફ્લેટમાં રહેતા સેલ્સમેનને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી લેપટોપ, સ્માર્ટ વોચ સહિત રૂપિયા 97,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખસે પ્રેમલગ્ન કયર્િ હોય બાદમાં બંને અહીં અલગ રહેતા હતા પરંતુ હવે આરોપી પાસે પૈસા ન હોય આ સ્થિતિમાં પત્નીને ખુશ રાખવા અને આર્થિક ખેંચ દૂર કરવા ચોરી કયર્નિી કબુલાત આપી હતી. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પર સેલેષ હોસ્પિટલ પાછળ જે એમ.સી નગર પાસે સિટી સેવન બિલ્ડીંગમાં એક મહિના પૂર્વે અલગ અલગ બે ફ્લેટમાં લેપટોપ, સ્માર્ટ વોચ સહિતની મત્તાની ચોરી થઈ હતી.
ચોરીના આ બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઇ. રાઠોડ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા અને ગોપાલસિંહ જાડેજાને મળેલી સચોટ બાતમીના આધારે બાપા સીતારામ ચોક પાસેથી શંકાસ્પદ લેપટોપ સાથે સીટી સેવન બિલ્ડિંગમાં જ સાતમાં માળે રહેતા વિવેક ઉર્ફે સની મહેશભાઈ ચૌહાણ(ઉ.વ 28) ને ઝડપી લેતા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો.પોલીસે આરોપી પાસેથી લેપટોપ, સ્માર્ટ વોચ, લેપટોપ બેગ અને મોબાઈલ સહિત રૂપિયા 57,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલી વિગતો મુજબ, આરોપી વિવેક ઉર્ફે સન્ની સેલ્સમેનનું કામ કરતો હોય તેને થોડા સમય પૂર્વે જ પ્રેમલગ્ન કયર્િ હતા પ્રેમલગ્ન બાદ બંને માતા-પિતાથી અલગ અહીં ફ્લેટમાં રહેતા હતા. વિવેકની આર્થિક સ્થિતિ સારી ન હોય પરંતુ હજુ તાજેતરમાં જ લગ્ન થયા હોય અને પત્નીને આર્થિક સ્થિતિનો ખ્યાલ ન આવે તે માટે દેખાડો કરવા અને આર્થિક તંગી દૂર કરવા તથા પત્નીને ખુશ રાખવા ચોરી કયર્નિી કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech