શહેરના નિર્મળનગરના હિરા વેપારી પાસેથી કોબડી ગામના પિતા અને બે પુત્રએ રૂા. ૧.૨૫ કરોડની કિંમતના હિરાની ખરીદી કરી હતી. બાદ વેપારી રૂપિયાની ઉઘરાણી કરવા જતા "અહિ કેમ ઉઘરાણી કરવા આવ્યા છો". તેમ કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપ્યા બાદ રોકડ પેટે આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો. જેને લઈ પિતા અને પુત્રોએ વેપારીને નાણા ન ચુકવી ગુનાહીત વિશ્વાસઘાત કરતા ગુનો નોંધાયો હતો.
કોબડી ગામે રહેતા અને શહેરના નિર્મળનગર વિસ્તારના ક્રિપ્ટલ બિલ્ડીગમાં ઓફિસ ધરાવતા હિરા વેપારી છગનભાઈ મોહનભાઈ માંડાણીએ નિલમબાગ પોલીસ મથકમાં કોબડી ગામના વતની અને હાલ કાળીયાબીડમાં રહેતા મહેશ મકોડભાઈ ઘેવરીયા, પ્રદિપ મકોડભાઈ ઘેવરીયા અને મકોડ મોહનભાઈ ઘેવરીયા સામે એવી ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૮ જુલાઈના રોજ ક્રિષ્ટલ બીલ્ડીંગ ખાતે હિરા લે-વેચનો ધંધો કરતા મહેશ ઘેવરીયા તથા તેના ભાઈ પ્રદિપ ઘેવરીયા તથા તેના પિતા મકોડ ઘેવરીયાએ રફ હિરા ૧૩૫૦.૨૫ કેરેટ તેમજ હિરા રફ ૧૫૪૦.૨૫ કેરેટ કુલ રૂા. ૧,૨૪,૨૬,૮૫૫ના હિરા ખરીદ કર્યા હતા. અને પંદર દિવસમાં પૈસા આપવાનું નક્કી થયુ હતું. જેનો વાયદો પુરો થતા બાકી રૂપીયા માંગવા જતા તેઓને "અહિ કેમ ઉઘરાણી કરવા આવેલ છો અહિ નહી આવવાનુ, આવ્યા છો તો ટાંટીયા ભાંગી નાખવા પડશે" તેમ કહિને ત્રણેય જણા મારવા દોડયા હતા. બાદ તેઓને રકમ પેટે મહેશએ વિશ્વાસ અને ભરોસો રાખી ચેક આપ્યો હતો જે બેન્ક મા નાખતા પરત ફર્યો હતો. પિતા-પુત્રોએ આજદિન સુધી વેપારના કુલ રૂા. ૧,૨૪,૨૬,૮૫૫ નહી ચુકવી એકસંપ મેળાપણુ કરી હિરાની ખરીદી કરી કાયદેસરની ચુકવણીની રકમ નહી ચુકવી ગુન્હાહિત વિશ્વાસઘાત કર્યો હતો. ફરીયાદના પગલે પોલીસે તમામ સામે બીએનએસ એક્ટ ૩૧૬(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech