સોમનાથ જિલ્લ ામાં ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુકત ગોળ બનાવતા રાબડાઓ તથા ગોડાઉન પરથી આધાર પુરાવા વગરના ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાયડ્રોસલ્ફાઈટ, સેફોલાઈટ તથા એસિડ કબ્જે કરી ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્રારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગીરસોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણ , પો. સબ ઇન્સ. એન.એ.વાઘેલા , એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા , ઇબ્રાહીમશા બાનવા , મેરામણભાઇ શામળા , ગોવિંદભાઇ રાઠોડ , પ્રતાપાસિંહ ગોહિલ , પો. હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા , ગોપાલસિંહ મોરી , ગોપાલભાઇ મકવાણા તથા પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા તથા મેહત્પલસિહ પરમાર વિગેરે પોલીસ સ્ટાફે ઓચિંતા ત્રાટકી (૧) શ્રીજી ફાર્મ સુરવા, તા.તાલાલા (૨) ભાગ્યોદય ઓર્ગેનિક ગોળ માધુપુર, તા.તાલાલા (૩) ત્રિદેવ ગોળ – ખાંભા, તા.સુત્રાપાડા, આ ત્રણેય ગોળના રાબડામાં બનતા ગોળના ફડ એન્ડ ડ્રગ વિભાગને સ્થળ પર બોલાવી નમૂનાઓ લેવડાવવી પૃથ્થકરણ અર્થે લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ નીચે જણાવ્યા મુજબના ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ તથા સેફોલાઈટ તથા ઔધોગિક ગ્રેડનું એસિડ કબ્જે કરી આગળની કાર્યવાહી સા તાલાલા તથા સુત્રાપાડા પોલીસ સ્ટેશનને મોકલી આપેલ છે.
(૧) શ્રીજી ફાર્મ ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ ૫૦ કિલોગ્રામ કી..૯૫૦૦ ,સેફોલાઈટ ૫૦ કિલોગ્રામ કી.. ૧૨,૫૦૦–ઔધોગિક ગ્રેડનું એસિડ ૨૮૦ લીટરકી..૨૮૦૦ ,ભઠ્ઠીનો ચુનો ૫૦ કિલોગ્રામ કી..૨૦૦ (૨) ભાગ્યોદય ગોળ ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ ૦૬ કિલોગ્રામ કી..૧૨૦૦ સેફોલાઈટ ૧૧.૯૪૦ કિલોગ્રામ કી..૨૯૮૫ (૩) ત્રીદેવ ગોળ ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ ૦૧ કિલોગ્રામ કી..૨૦૦ (૪) ત્રમુર્તિ એન્ટરપ્રાઇઝ સેફોલાઈટ ૨૦૦ કિલોગ્રામ કી..૫૦,૦૦૦(૫) માધવ એન્ટરપ્રાઇઝ સેફોલાઈટ ૨૦૦ કિલોગ્રામ કી..૩૬૦૦૦ ઉપરોકત પાંચેય સ્થળો પરથી કુલ કી. .૧,૧૨,૩૮૫– નો ઔધોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ, સેફોલાઈટ તથા ઔધોગિક ગ્રેડનું એસિડ તથા યુનો કી..૩૦૦૦– વિગેરે મુજબનો જથ્થો કબ્જે કરેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech