કેબીનેટ મંત્રી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ: બાળકોએ દેશભકિતના ગીત પર નૃત્ય રજુ કર્યુ
ભારતીય સેનામાં પુરા ૧૮ વર્ષની સર્વિસ ગૌરવભેર પુરી કરી વતન આવી પહોંચતાં ભાણવડનાં ફૌજી કુલદીપભાઇ જયંતિભાઇ કલોલાનું ભાણવડવાસીઓએ અદકેરુ સ્વાગત કર્યુ હતું, વતન પહોંચતા જ ભારત માતા કી જયનાં નારા લાગ્યા હતાં, આ તકે રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા સહિત કુલદીપભાઇના માતા ધર્મિષ્ઠાબેન અને પિતા જયંતિભાઇ કલોલાએ હારતોરા કર્યા હતાં, ત્યારબાદ ભવ્ય રેલી યોજાઇ હતી.
રેલી બાદ અત્રે પટેલ સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમનાં પ્રારંભમાં દિપ પ્રાગટય થયું હતું, બાદમાં આર્મીના જવાન કુલદીપભાઇના માતા ધર્મિષ્ઠાબેને પ્રથમ ઉપસ્થિતોનું સ્વાગત પ્રવચન કરેલ, પોતાનો એકનો એક પુત્ર કુલદીપ જયારે ફૌજીની સર્વિસમાં જોડાયો હતો, ત્યારે મોતને પણ તેણે મુઠીમાં લીધું હતું, પરંતુ પુરા ૧૮ વર્ષ દેશનાં સીમાડાનું રક્ષણ કરી હેમખેમ વતન પહોંચતા આ માટે ગુરુદેવ અને વડીલોની કૃપા હોવાની વાત જણાવી હતી.
જયારે રાજયનાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ ખાસ હાજર રહી પ્રવચન આપતાં કહ્યું કે કોઇપણ માતનો દીકરો માત્ર બહારગામ જતો હોય તો પણ માતા-પિતા ચિંતા કરતાં હોય છે, ત્યારે આર્મીના જવાન કુલદીપભાઇએ કઠીન એવા લેહ લદાખ સહિત કુલ ૧૦ રાજયમાં મુશ્કેલીનો અનેક સામનો કરી દેશના સીમાડાનું જે રક્ષણ કર્યુ છે તેની ભારોભાર પ્રશંસા કરી ખાસ કરી તેના માતા-પિતાને ધન્યવાદ આપ્યા હતાં.
જયારે જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ પાલાભાઇ કરમુરે પ્રવચનમાં આર્મીના જવાન કુલદીપભાઇના માતા-પિતાની પ્રશંસા કરી હતી, માતા-પિતા બંને શિક્ષીત દંપતી હતું, આમ છતાં તેણે કુલદીપભાઇને દેશના સીમાડાનું રક્ષણ કરવા મોકલ્યો એ માટે તેને લાખ-લાખ સલામ છે.
જયારે નિવૃત બની વતન આવતાં કુલદીપભાઇને આર્મીમાં નોકરી કરવાની પ્રેરણા તેના માતા-પિતા અને મીત્રો પાસેથી મળી હતી, કાર્યક્રમ દરમ્યાન આર્મીના જવાન કુલદીપભાઇનું રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા સહિતે સન્માન કર્યુ હતું, પુરુષાર્થ વિદ્યા મંદિરનાં વિદ્યાર્થી બાળકોએ દેશભકિતનાં લગતું નૃત્ય રજૂ કરી ઉપસ્થિતોને દંગ કરી દીધા હતાં.
કાર્યક્રમમાં પીઢ આહીર અગ્રણી સાજણભાઇ રાવલીયા, શિક્ષણ પ્રેમી ભીમશીભાઇ કરમુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભઇ કનારા, શહેર ભાજપ પ્રમુખ ગોવિંદભાઇ કનારા, શહેર ભાજપ પ્રમુખ ચેતન રાઠોડ, ઉપપ્રમુખ પ્રિયેશ અનડકટ, યાર્ડના સેક્રેટરી શાંતીભાઇ કુબાવત, રમેશભાઇ ભટ્ટ, જીવદયા પ્રેમી મુકેશભઇ સંઘવી સહિત મામલતદાર એ.પી.ચાવડા સહિત જિલ્લા તાલુકાનાં અધિકારી-કર્મચારી હાજર હતાં, સંચાલન ખુશાલભાઇ શીલુએ કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech