અદાણી ગ્રૂપ્ના ચેરમેન ગૌતમ અદાણી હવે વિશ્વના ટોપ-20 અબજોપતિમાંથી બહાર થવાના આરે છે. ગઈકાલના એચએમપીવી વાયરસના આંચકાને કારણે શેરબજાર ક્રેશ થયા પછી તેમની નેટવર્થ ઘટીને 74.5 બિલિયન ડોલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી હાલમાં 19મા સ્થાને છે. તેમના પછી, ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ 20મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 74 અબજ ડોલર છે.
જયારે 17મા ક્રમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને 2.59 બિલિયન ડોલરનો ફટકો પડ્યો છે. તેમની સંપત્તિ હવે 90.5 બિલિયન ડોલરની છે. ગઈકાલે રિલાયન્સનો શેર પણ 2.79 ટકા ઘટ્યો હતો. ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલની સંપત્તિ પણ 1.09 બિલિયન ડોલર ઘટીને 31.7 બિલિયન ડોલર થઈ ગઈ છે.
શેરબજારમાં ઘટાડાનાં તોફાન વચ્ચે અદાણી એનજીર્ સોલ્યુશન 6 ટકાથી વધુ ગબડ્યું. અદાણી પાવર 4.30 ટકા ઘટ્યો જ્યારે અદાણી ગ્રીન 5.18 ટકા ઘટ્યો. અદાણી એન્ટરપ્રાઈઝ, એસીસી, અંબુજા સિમેન્ટ અને અદાણી પોટ્ર્સ 3 ટકાથી વધુ ઘટ્યા હતા.
અદાણી વિલ્મર પણ લાલ નિશાનમાં બંધ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસ પણ લગભગ 3 ટકાના નુકસાન સાથે બંધ રહ્યો હતો. એનડીટીવીને પણ 4 ટકાથી વધુનું નુકસાન થયું છે. આનાથી ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પર અસર પડી અને તેમને એક જ દિવસમાં 3.53 બિલિયન ડોલરનું નુકસાન થયું.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એચએમપીવી વાયરસના આગમનથી શેરબજાર ગભરાઈ ગયું હતું. સેન્સેક્સ 1,258.12 પોઈન્ટ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે 77,964.99 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એક સમયે તે ઘટીને 1,441.49 પોઈન્ટ થઈ ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 388.70 પોઈન્ટ અથવા 1.62 ટકાના ઘટાડા સાથે 23,616.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેન્સેક્સના ત્રીસ શેરોમાં, ટાટા સ્ટીલ, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, પાવરગ્રીડ, ઝોમેટો, અદાણી પોટ્ર્સ, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech