આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. લોકો તેને પવિત્ર માને છે અને તેની પૂજા પણ કરે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવતાની જેમ પૂજવાની પરંપરા છે. તુલસીને વૃંદા કે કૃષ્ણપ્રિયા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી, કારણકે તુલસીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. તેથી તેને સંપત્તિ પ્રદાન કરનાર છોડ પણ કહેવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીની યોગ્ય દિશા હોવી ખૂબ જ જરૂરી છે, તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.
ઘરે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો
ઘરમાં તુલસીનો છોડ લગાવવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર અથવા પૂર્વ, ઉત્તર-પૂર્વ માનવામાં આવે છે. પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સૂર્યની જેમ ઉર્જા જળવાઈ રહે છે. જ્યારે તેને ઉત્તર દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
ભૂલથી પણ આ દિશામાં તુલસીનો છોડ ન લગાવો
તુલસીના છોડને ખોટી દિશામાં લગાવવાથી તે માત્ર સુકાઈ જતું નથી પરંતુ ગરીબી પણ આવી શકે છે. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો. આ પૂર્વજોની દિશા છે. જો તમે આવું કરશો તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. તેમજ તેને પશ્ચિમ દિશામાં ન લગાવો તેનાથી આર્થિક સંકટ આવે છે.
તુલસી પૂજા મંત્ર
महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधि व्याधि
हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।।
તુલસીનો છોડ ક્યારે રોપવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગુરુવાર કે શુક્રવારને તુલસીનો છોડ લગાવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. મહિનાની વાત કરીએ તો કારતક કે ચૈત્ર મહિનામાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. આર્થિક સંકટ દૂર થાય છે. કહેવાય છે કે જે ઘરમાં આ દિશામાં તુલસી લગાવવામાં આવે છે, તે ઘરમાં હંમેશા પ્રેમ અને સકારાત્મક ઉર્જા રહે છે.
જો ઘરમાં તુલસી હોય તો રાખો આ વાતોનું ધ્યાન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આંખોમાં ઝાંખપનું પ્રમાણ વધી રહ્યું છે તો આજે જ આ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો
April 17, 2025 03:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech