લૂંટ ચલાવવા સબબ અડધો ડઝન શખ્સ સામે ફરિયાદ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં રહેતા રાજેશભાઈ ભુપતભાઈ ડાંગર નામના 33 વર્ષના આહિર યુવાન ગત તારીખ 12 મી માર્ચના રોજ દેવભૂમિ દ્વારકામાં આવ્યા હતા. ત્યારે ચરકલા રોડ પર આવેલી એક હોટલ પાસે પહોંચતા રાત્રિના સમયે એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે તેમની કાર પાસે આવી અને પોતાનું વાહન કાર સાથે અથડાવ્યું હતું. આ પછી બાઈક ચાલકે ફરિયાદી રાજેશભાઈ ડાંગર પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી રાજેશભાઈએ પોતાનો કોઈ વાંક ન હોવાનું જણાવતા આ મોટરસાયકલમાં આવેલા શખ્સ ઉપરાંત અન્ય એક ફોર વ્હીલરમાં આવેલા કુલ પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સો એ રાજેશભાઈનો કાંઠલો પકડી લીધો હતો.
અહીં ધસી આવેલા અડધો ડઝન જેટલા શખ્સોએ રાજેશભાઈને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા તેમની કાર પર પથ્થરમારો કરી અને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક શખ્સએ તેની પાસે રહેલી છરી વડે કારના તમામ ટાયરમાં છરી વડે હવા કાઢી, નુકસાની કરી હતી.
આમ, આરોપીઓએ કારમાં કુલ રૂપિયા 2 લાખ 24 હજાર નુકસાની પહોંચાડી હતી. આ ઉપરાંત કારમાં રહેલું રૂપિયા 25 હજારની કિંમતનું એલસીડી તેમજ રાજેશભાઈનું રૂ. 21 હજારની રોકડ રકમ સાથેનું પર્સ આરોપીઓ લૂંટી અને નાસી છૂટ્યા હતા.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે રાજેશભાઈ ભુપતભાઈ ડાંગરની ફરિયાદ પરથી છ થી સાત જેટલા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં મોબાઈલની ચોરી
દ્વારકામાં સનાતન સર્કલ પાસે થી ગૌતમભાઈ અરવિંદભાઈ નકુમનો રૂ. 12,000 ની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયાઓ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech