હળવદના કોયબા ઢવાણા પાટીયા પાસે અવારનવાર અકસ્માત બનાવો સામે આવે છે જેમાં થોડાં સમય પહેલાં એસટી બસ પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે આજે બપોરના સમયે કોયબાના પાટીયા પાસે વિસામો હોટલ સામે રેન્જ રોવર કારે છોટાહાથીને અડફેટમાં લેતાં છોટાહાથીમા રહેલા માલસામાન વેરવિખેર થઈ ગયો હતો જોકે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય નહોતી બનાવ સંદર્ભે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધાગંધ્રા તરફ જતી કારને કોયબાના પાટીયા પાસે રેન્જ રોવર કારે છોટાહાથીને પાછળથી અડફેટમાં લેતાં તેમાં રહેલો માલસામાન નમકીન, ઠંડાપીણા સહિતની ચીજવસ્તુઓ રોડ પર રેલમછેલ જોવાં મળી હતી.જોકે બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય નહોતી તો હળવદ પોલીસના કમલેશભાઈ દઢાણીયા તેમજ વિપુલભાઈ નાયક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech