છેલ્લે ઓકટોબરમાં પગાર આવ્યા બાદ નવી કોન્ટ્રાકટ કંપનીએ પગાર ચુકવ્યો નહીં હોવાથી કરાર આધારીત કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓમાં ભારે દેકારો: શું વડા અધિકારીઓ કોન્ટ્રાકટ કંપનીને છાવરવાના મુડમાં છે ?: લડતના પણ ભણકારા
જામનગરમાં પીએચસી, સીએચસી કેન્દ્રોમાં ફરજ બજાવતાં અંદાજે ૭૦૦ જેટલા ચોથા વર્ગના કર્મચારીઓના છેલ્લા ત્રણ માસથી ખાનગી કોન્ટ્રાકટ કંપની દ્વારા પગાર ચુકવવામાં નહીં આવતા ભારે દેકારો બદલી ગયો છે, કર્મચારીઓના ઘરના બેલેન્સ બગડી ગયા છે, વ્યાપક ફરિયાદ હોવા છતાં વડા અધિકારીઓ આ કંપની સામે શું કામ લાલ આંખ કરતા નથી ? એ બાબત હવે ભારે શંકા ઉપજાવનારી બની રહી છે અને એવો સંકેત આપે છે કે શું ખાનગી કંપની દ્વારા વડા અધિકારીઓને સાચવી લેવામાં આવે છે ?
મળતી માહિતી મુજબ જામનગરમાં ૫૬ જેટલા પીએચસી અને ૯ જેટલા સીએચસી કેન્દ્રો ચાલે છે, આ કેન્દ્ર કેટલા મહત્વના છે અને તેનાથી કચડાયેલા વર્ગને કેટલી સેવા મળે છે એ જાણીતી વાત છે, તેમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી પણ મહત્વની છે અને તેમાં એક ખાસ કરીને ચોથા વર્ગના જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેમની તો સેવા ખરેખર કાબીલેદાદ છે, એમની પીઠ થાબડવી જોઇએ એના બદલે એવી આઘાતજનક વિગતો સામે આવી છે કે, મહીનાઓ સુધી આ ચોથા વર્ગના કર્મચારીઓને પગાર પણ ચુકવવામાં આવતા નથી.
છેલ્લે ઓકટોબર મહીનામાં કોન્ટ્રાકટ ધરાવતી ખાનગી કંપનીએ ચોથા વર્ગના કર્મચારીઓને પગાર ચૂકવ્યો હતો, આ પછી નવેમ્બર, ડીસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણેય માસના પગાર ખાનગી કંપની દ્વારા ચુકવવામાં આવ્યા ન હોવાથી ચોથા વર્ગના કર્મચારીઓ મુસીબતમાં મુકાઇ ગયા છે અને નેશનલ હેલ્થ મીશનની કામગીરીને યાદ કરી રહ્યા છે કે જેમના દ્વારા સમયસર પગાર આપી દેવામાં આવતો હતો.
જાણવા મળ્યું છે કે, જયારથી પીએચસી, સીએચસીનો હવાલો ખાનગી કંપનીને પધરાવી દેવામાં આવ્યો છે ત્યારથી ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓના રીતસરના આર્થિક શોષણ જેવા કૃત્ય થઇ રહ્યા છે અને પગાર નહીં ચુકવીને આ ખાનગી કંપની જોહુકમી ચલાવી રહી છે જે બંધ થવી જોઇએ.
બેકારીના આ યુગમાં કરાર આધારીત મળેલ કામ કયાંક બંધ ન થઇ જાય એવા ખૌફમાં ચોથા વર્ગના કર્મચારીઓ બેચારા કાંઇ બોલતા નથી અને મુંગે મોઢે આ અન્યાય સહન કરી રહ્યા છે ત્યારે વડા અધિકારીઓએ તાત્કાલીક અસરથી આ ગંભીર બાબતે ઘ્યાન દેવું જોઇએ અને કોન્ટ્રાકટ ધરાવતી ખાનગી કંપની પાસે કડક જવાબ માંગવો જોઇએ કે આખરે ચોથા વર્ગના કર્મચારીઓના પગાર શું કામ અટકાવી દેવામાં આવ્યા છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech