બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાઓના મુદ્દે તાત્કાલિક સુરક્ષા આપવા રજૂઆત
હિંદુઓએ હંમેશા *વસુધૈવ કુટુમ્બકમ'નો સંદેશો આપીને સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિંદુઓ ઉપર છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઇ રહ્યા છે. સામાન્ય હિંદુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો અને સાધુ-સંતો ઉપર પણ હુમલાઓ થઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઇ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર વિશ્વના હિંદુઓ તો ચિંતિત છે જ પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે. આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિંદુ પરિવારોને હિંદુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખુબ જ આશાઓ છે.
આજે સમગ્ર ભારત આ મુદ્દે ચિંતિત છે. આક્રોશિત છે અને પોતાના હિંદુ ભાઈ-બહેનોની, સાધુ-સંતોની અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે, સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો ઉપર આકોશ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વના હિંદુઓ વતી અમારી આપશ્રીને માંગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિંદુ પરિવારો, સાધુ-સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે.
આમ આદમી પાર્ટીના જામનગરના પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા ગઇકાલે કલેકટર ઓફિસે કાર્યકતર્ઓિને સાથે રાખીને વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
April 18, 2025 05:06 PMઉનાળામાં ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ સ્પેશિયલ મલાઈદાર પંજાબી લસ્સી
April 18, 2025 04:48 PMકુંભારવાડામાં ા. ૭. ૭૪ કરોડના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
April 18, 2025 03:41 PMભાવનગરમાં ઐતિહાસિક સ્થળો સુધી સાયકલ રાઈડ યોજાઈ
April 18, 2025 03:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech