ફલ્લા-ખીલોસ રોડ પર ઇકોએ રીક્ષાને ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજા

  • May 17, 2025 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો : ઇકોચાલક સામે રાવ

ફલ્લા ગામથી ખીલોશ તરફના રોડ પર ગોળાઇમાં ઇકો કારના ચાલકે બેદરકારીથી ચલાવીને સીએનજી રીક્ષાને ઠોકર મારી હતી જેમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોચી હતી.

રાજકોટના રૈયા ગામમાં રહેતા મે‚ભાઇ ટોળીયાભાઇ લખાણી (ઉ.વ.૩૪) નામના યુવાને ગઇકાલે પંચ-એમાં ઇકો કાર નં. જીજે૧૦ઇસી-૦૮૮૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી.

ફરીયાદીના ભાઇ જહકરણભાઇ ગત તા. ૩ના રોજ પોતાની સીએનજી રીક્ષા નં. જીજે૩એડબલ્યુ-૨૩૩૦ લઇને રાજકોટથી ફેરો લઇ ખીલોશ ગામે જવા નીકળ્યા હતા ત્યારે બપોરના દોઢેક વાગ્યાના સુમારે ફલ્લાથી ખીલોશ તરફ રોડની ગોળાઇ પર પહોચતા ઉપરોકત નંબરના ઇકો ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી રીક્ષાને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં ફરીયાદીના ભાઇને શરીર, હાથ, પગના ભાગે છોલછાલ અને પેટના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી, ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application