શહેરના રૈયા ટેલિફોન એકસચેંજ પાસે સોમનાથ સોસાયટીમાં છરી અને કાતર વડે સામસામે હુમલો કરવામાં આવતા બે યુવકને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ રૈયા ટેલિફોન એકસચેંજ પાસેની સોમનાથ સોસાયટી–૩માં રહેતો નિશાંત ચીમનભાઈ મારૂ (ઉ.વ.૩૫) નામનો યુવક સાંજે ઘર પાસે આવેલી સુપર હેર આર્ટ નામની દુકાન પાસે હતો ત્યારે પડોશમાં રહેતા બીટુ ઉર્ફે અજય ઉર્ફે હાર્દિક ચૌહાણએ નિશાંત સાથે ઝગડો કરતા બને વચ્ચે ઝપાઝપીમાં હાર્દિકે નેફામાં રહેલી છરી કાઢી હુમલો કરતા લોહીલુહાણ થયો હતો. જયારે સામા પક્ષે બિન્ટુ ઉર્ફે અજય મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧) નો પણ પોતાને નિશાંત માએ કાતર ઝીકી દીધાની ફરિયાદ સાથે બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.
હત્પમલોથયા અંગે નિશાંતના કહેવા મુજબ પત્ની સાથે છૂટાછેડા થઈ જતા આઠ વર્ષનો પુત્રની સાર સંભાળ હુ રાખું છું, ગઈકાલે પુત્ર ઘર પાસે હતો ત્યારે પડોશમાં રહેતો બીટુ ઉર્ફે અજય પુત્રને કહેતો હતો કે, તારી મમ્મી ભાગી ગઈ છે. આથી પુત્રએ આવી મને વાત કરતા સાંજે બીટુ ઘર નજીક આવેલી સલૂનની દુકાન પાસે મળી જતા તેને પુત્રની સામે આવું ન બોલવા માટે સમજાવતા ઉશ્કેરાયો હતો અને છરી કાઢી હત્પમલો કર્યેા હતો. આથી મેં બચાવ માટે સલૂનની દુકાનમાંથી કતાર લઈ વળતો ઘા કર્યેા હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech