જૂનાગઢ નવા બાયપાસ નજીક કાર ખાબકતા ખામધ્રોળના યુવકનું મોત થયું હતું. જૂનાગઢ નવા બાયપાસ નજીક ગઈકાલે સાંજે કેનાલમાં કાર ખાબકયાની ઘટના બની હતી.વંથલી નેશનલ હાઈવે પર વધાવી ગામ નજીક હરીયાણી ડેમમાં કાર ખાબકતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.ત્યારબાદ ફાયર વિભાગ,તાલુકા પોલીસ અને૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શ કરી હતી. પાણીમાં કાર ડૂબેલી જોવા મળતા ફાયર વિભાગની ટીમના રાજુભાઈ કોડીયાતર, પ્રદીપ, કનુભાઈ પરમાર, હરપાલ સિંહ, પિનાક ખેર એમ પાંચ ફાયર કર્મીઓ દ્રારા ડેમમાં કૂદી કારને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી. જેમાં ફાયર ઉપરાંત સ્થાનિક યુવકો પણ ડેમમાં કૂદી ગયા હતા.અને ક્રેનથી કારને દોરડા વચ્ચે બાંધી મહામહેનતે દોઢથી બે કલાકની જહેમત બાદ બહાર કાઢી હતી.અને કારની તલાસી લેતા તેમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસ દ્રારા કારમાં રહેલ યુવકની તલાસી લેતા લાયસન્સ મળી આવ્યું હતું જેમાં મૃતક ખામધ્રોળ વિસ્તારના ઈશ્વરદાસ વિષ્ણુભાઈ નિમાવત હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ યુવક દવા કંપની સાથે સંકળાયેલો હતો. યુવકના મોત અંગે પ્રતિકભાઇ નિમાવતે પોલીસમાં જાહેર કયુ હતું.
યુવકની કાર કયા કારણોસર ડેમમાં ખાબકી તે અંગે તાલુકા પોલીસની ટીમ દ્રારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ દ્રારા યુવકના મૃતદેહની પીએમ ની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ યુવાન મના મોતથી પરિવારજનોમાં પણ ગમગીની છવાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech