બેડી વાછકપર ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર હરેશ ઉર્ફે ભૂરો મોતીભાઈ જાદવ (ઉ.વ 28) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેડી વાછકરપર ગામે રહેતા લાભુબેન જીવણભાઈ હાડગરડા અને મોતી જીવણભાઈ હાડગરડાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 7/4 ના સવારના 11:00 વાગ્યા આસપાસ તે પોતાના ઘરેથી આઈ-20 કાર લઈ કાગદડી ગામના પાટીયા પાસે કામ સબબ જતો હતો ત્યારે ગામના પાદર પાસે લાભુબેન પોતાના ઢોર લઈને રોડની વચ્ચોવચ જઈ રહ્યા હતા ત્યારે યુવાને હોર્ન મારવા છતાં ઢોર એક બાજુ ન લેતા ગાડી રોડની નીચે ઉતારતી વેળાએ ઢોરને ગાડીનો અરીસો અડી જતા તે તૂટી ગયો હતો બાદમાં તે કાગદડી ગામના પાટીયા પાસે કામ પૂરું કરી ગામ પરત જતો હતો ત્યારે અહીં ફરી લાભુબેન મળ્યા હતા અને તેણે ગાડી ઉભી રખાવી કહ્યું હતું કે, તારી ગાડી મારા ઢોર સાથે કેમ અથડાવી? તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દ કહી ગાળાગાળી કરી હતી તેમ છતાં યુવાન અહીંથી ગાડી લઈને જતો રહ્યો હતો.
સાંજના પાંચેક વાગ્યે તે ઘરેથી કાગદડી તરફ જતો હતો ત્યારે તેને કૌટુંબીક કાકાના પુત્ર જગદીશ સાગઠીયાનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હમણાં થોડીવાર પહેલા આપણા ગામનો મોતી બોલેરો ગાડી તથા લોખંડના પાઇપ લઇ ઘરે આવ્યો હતો અને આજે ભુરાને પતાવી દેવાનો છે તેમ કહીને તારી પાછળ આવે છે તેમ કહ્યું હતું જેથી યુવાન કોઠારીયા રોડ તરફથી ઘર તરફ જતો હતો ત્યારે રાત્રિના પોલીસ સ્ટેશન આવી અરજી આપી હતી અને બાદમાં આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech