અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક યુવાન ભોગ બન્યો છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હોવાની ઘટના બની છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવક છેલ્લા બે વર્ષથી ગે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. 23મી નવેમ્બરના દિવસે આ એપ્લિકેશન પર યુવકને એક આઈડી પરથી મેસેજ આવ્યો અને બાદમાં બંન્ને વચ્ચે વાતચીત થતી હતી.
શારીરિક સંબધ બાંધવા દબાણ કર્યું
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 25મી નવેમ્બરના દિવસે સામેવાળી વ્યક્તિએ મળવા માટે બોલાવતા આ યુવક સીટીએમ ચાર રસ્તા તેને મળવા માટે ગયો હતો. જ્યાં તેને કરણ ઉર્ફે કાનો શર્મા અને યુવરાજ દરબાર નામના બે યુવકો મળવા માટે આવ્યા હતાં. બાદમાં આરોપીઓ યુવકને એક્ટિવા પર બેસાડીને નારોલ રંગોલીનગર ખાતે એક મકાનમાં લઈ ગયા હતાં. જ્યાં રૂમના દરવાજા પાસે પહોંચતા જ કરણે તેને રૂમમાં ધક્કો માર્યો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. યુવકે ઇન્કાર કર્યો તો 3 આરોપીઓ કરણ, વિશાલ અને યુવરાજે છરી બતાવીને ધમકી આપીને 2 મોબાઈલ અને 300 રૂપિયા રોકડની લૂંટ કરી તેમજ બેંકના એકાઉન્ટમાંથી રૂ 20 હજાર ટ્રાન્સફર કરાવીને લૂંટ કરી હતી. નારોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓ મિત્રો છે
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ગે એપ્લિકેશનથી લૂંટ કરવાના ષડ્યંત્રનો મુખ્ય સૂત્રધાર કરણ શર્મા છે. આરોપીઓ મિત્રો છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારી વિરુદ્ધ અગાઉ આનંદનગરમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. ગુનાખોરીની માનસિકતા ધરાવતા આ આરોપીઓએ ગે એપ્લિકેશનમાં આવતા યુવકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું.
પોલીસે 2 આરોપીની ધરપકડ કરી
છેલ્લા 2 વર્ષથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરનાર ઇલેક્ટ્રિક એન્જીનિયરનો અભ્યાસ કરતા યુવકને આરોપીએ ટાર્ગેટ કરીને લૂંટી લીધો હતો. આ ત્રિપુટી ગેંગે આ પ્રકારે અનેક યુવકોને ટાર્ગેટ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે, પરંતુ ગે એપ્લિકેશન હોવાથી કોઈ ફરિયાદ નોંધાવી નથી. આ કેસમાં પણ યુવકને માર મારતા તેને ફ્રેક્ચર થઈ ગયું હોવાથી પરિવારને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમા પહોંચ્યો હતો અને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે બે આરોપીને ઝડપી લીધા છે.
એક આરોપી ફરાર
ગે એપ્લિકેશન દ્વારા લૂંટ કેસમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ કેસમાં હજુ યુવરાજ દરબાર નામનો આરોપી ફરાર હોવાથી જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech