ભારે અરેરાટી
ખંભાળિયામાં રહેતા એક યુવાનને ગત રાત્રિના સમયે સ્કૂટર પર જતી વખતે રસ્તે રઝળતા આખલાએ ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં સલાયા ફાટક નજીક આવેલા રંગીલા હનુમાન મંદિર પાસે નજીક રહેતા પ્રવીણભાઈ કારૂભાઈ ધમા 43 વર્ષના ગઢવી યુવાન ગતરાત્રીના આશરે 8:30 વાગ્યાના સમયે તેમના એક્સેસ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે નજીક આવેલી કોર્ટ પાસેથી દોડતા આવી રહેલો એક આખલો પ્રવીણભાઈના એક્સેસ સાથે ધડાકાભેર અથડાયો હતો.
આખલાની આ ટક્કરથી પ્રવીણભાઈ ધમા સ્કૂટર સાથે ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને નજીક આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બે સંતાનોના પિતા એવા પ્રવીણભાઈનું આખલાની ઠોકરે અકાળે મૃત્યુ નીપજતા શહેરભરમાં ભારે અરેરાટી સાથે ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech