ફ્રાન્સની સરકારે પેરિસ ઓલિમ્પિક દરમિયાન ટુ- સીટર ફ્લાઈંગ ટેક્સીઓનું પ્રદર્શન કરવા માટે સીન નદી પર ફ્લોટિંગ લેન્ડિંગ પેડ બનાવવાની મંજૂરી આપી છે. 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધીની ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ટેક્સીઓ ઉડશે કે કેમ તે અંગે મહિનાઓ સુધી શંકા રહ્યા બાદ એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે પેડનો ઉપયોગ 31 ડિસેમ્બર, 2024 સુધી કરી શકાય છે.
લેન્ડિંગ સાઇટ દક્ષિણ-પૂર્વ પેરિસમાં ઓસ્ટરલિટ્ઝ રેલ્વે સ્ટેશન નજીક સીન નદી પર હશે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ્સની સંખ્યા સવારે 8 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે પ્રતિ કલાક બે સુધી મર્યિદિત રહેશે. સમગ્ર પરીક્ષણ સમયગાળા દરમિયાન ફ્લાઇટ્સની સંખ્યા 900 થી વધુ નહીં હોય. ફ્લાઈંગ ટેક્સી પ્રોજેક્ટમાં સામેલ ખાનગી કંપ્નીઓમાં પેરિસ એરપોર્ટ ઓપરેટર એડીપી અને જર્મની સ્થિત વોલોકોપ્ટરનો સમાવેશ થાય છે.
કંપનીના સીઈઓ ડર્ક હોએકના જણાવ્યા અનુસાર, ઘણા પરીક્ષણો પછી, કોમર્શિયલ ફ્લાઇટ માટે પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. તે પેરિસ ઓલિમ્પિક દરમિયાન શરૂ કરવામાં આવશે, જેથી અમે વિશ્વને વધુ સારી ટેકનોલોજી અને સુખદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરી શકીએ છીએ. વોલોસિટી સંપૂર્ણ ઓટોમેટીક છે. તે ચોક્કસ જગ્યાએથી ઉડાન ભરીને અન્ય ચોક્કસ જગ્યાએ ઉતરશે. પ્રારંભિક પરીક્ષણ દરમિયાન, તે ફક્ત એક જ વ્યક્તિ સાથે ઉડાન ભરી હતી. બાદમાં બે મુસાફરો સાથેનું પરીક્ષણ પણ સફળ રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech