ગરમીને કારણે લુ લાગવાના બનાવ ન બને તે માટે પીજીવીસીએલ દ્વારા યાદી બહાર પડાઇ
જામનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ઇન્ડીયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા જે રીતે હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સન સ્ટોકના કેસ ન બને અને લોકોને અવિરત વિજ પુરવઠો મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર 19122 જાહેર કરાયા છે, લાઇટ કે અન્ય પ્રશ્ર્ને વધુ ગરમી લાગે તો આ નંબરનો ઉપયોગ કરવા જણાવાયું છે.
પીજીવીસીએલના જણાવ્યા અનુસાર તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, સન સ્ટોકના લીધે સમયસર સારવાર ન લેવામાં આવે તો લોકો માટે જીવલેણ સાબીત થઇ શકે છે ત્યારે ઇન્ડીયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ (આઇએમડી) દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે વિજ ગ્રાહકોને અવિરત વિજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા કસ્ટમર કેર સેન્ટર (સીસીસી)ના ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે અને વિજ પુરવઠા અંગેની ફરિયાદ હોય તો ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા લોકોને જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારી રાખવા માટે કેટલાક સુચનો પણ જાહેર કરાયા છે, જેમાં સન સ્ટોકથી બચવા માટે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવા લોકોને ઉનાળામાં સફેદ, ખુલતા સુતરાઉ વસ્ત્રો પહેરવા, નાના બાળકો અને સગભર્િ માતાઓ, વૃઘ્ધો અને અશકત વ્યકિતઓએ તડકામાં ન જવા, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શકય હોય તો લીંબુનો સરબત પીવો, ભીના કપડાની માથુ ઢાંકી રાખવું, ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું, માથાનો દુ:ખાવો, બેચેની, ચકકર, ઉબકા કે તાવ આવે તો તુરંત નજીકના સરકારી કે ખાનગી દવાખાનામાં સારવાર લેવી તેવા સુચનો પણ આરોગ્ય ખાતાએ કયર્િ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech