ગુજરાતમાં છેલ્લ ા ઘણા સમયથી અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રધ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઇ કાયદાકીય જોગવાઈ નથી. મહારાષ્ટ્ર્ર અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દાભોલકરની હત્યા થયાના ચાર દિવસ બાદ જ મહારાષ્ટ્ર્રમાં આ કાયદાને લઇ વટહત્પકમ બહાર પડાયો હતો. અંધશ્રધ્ધા, કાળા જાદુ કે મેલી વિધા જેવી બાબતોનો શિકાર પછાત અને આદિજાતિના લોકો સૌથી વધુ ભોગ બનતા હોય છે. સમાજના અન્ય વર્ગેા પણ એક યા બીજી રીતે તેમાં પીસાતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાતમાં પણ આ અંગેના કાયદા અને તેનું અમલીકરણ જરી છે. ગુજરાત હાઇકોર્ટમાં આ દુષણ સંદર્ભે જાહેર તેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત રાયના ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ સોગંદનામુ કયુ હતું. જેમાં સ્પષ્ટ્ર જણાવ્યું છે કે આગામી વિધાનસભાના સત્ર દરમિયાન અંધશ્રદ્ધા કાળા જાદુ ને નાથવા વિશેષ કાયદો લાવવામાં આવશે.
ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી અરજીની સુનાવણી દરમિયાન રાયના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી એફિડેવીટ રજૂ કરી સરકારના બહત્પ મોટા અને મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરવામા આવી છે.ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટેનું ડ્રાટ બીલ રજૂ કરાશે. ટૂંકમાં, સરકારે સ્પષ્ટ્ર કરી દીધુ છે કે, આ મામલે હવે કાયદો આવશે.હાલ કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ જેવા રાજયોમાં આ પ્રકારનો કાયદો અમલી છે.
રાજય સરકાર તરફથી રજૂ કરાયેલી એફિડેવીટમાં જણાવાયું હતું કે, મહારાષ્ટ્ર્ર રાજયમાં મહારાષ્ટ્ર્ર પ્રિવેન્શન એન્ડ ઇરેડિકશન ઓફ હ્યુમન સેક્રીક્ષઇસ એન્ડ અધર ઇનહ્યુમન, એવીલ એન્ડ અઘોરી પ્રેકટીસ અને બ્લેક મેજિક એકટ–૨૦૧૩નો કાયદો અમલી છે.જયારે ગુજરાત સરકારે સ્વીકાર કર્યેા હતુ કે ગુજરાતમાં હજૂ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટે કોઇ પણ પ્રકારનો કાયદો નથી. આ સમગ્ર મામલે તા.૨૩–૭–૨૦૨૪ના રોજ રાજયના ગૃહ સચિવ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડાયરેકટર જનરલ (કાયદો અને વ્યવસ્થા એડિશનલ ઇન્વેસ્ટીગેશન ડાયરેકટર અને જનરલ(ક્રિમીનલ ડિપાર્ટમેન્ટ એન્ડ રેલ્વેઝ) એક અગત્યની બેઠક યોજાઇ હતી
આ બેઠક મા આ સમગ્ર મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્રારા નિર્ણય લેવાયો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજીક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાંખવા અને નાથવા માટેનું ડ્રાટ બિલ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech