સેલરમાં ૫-ડી થીયેટર, પાર્કિંગ, પ્રથમ માળે એસ્ટ્રોલોજી ફીઝીકસ, કેમેસ્ટ્રી અને મેથ્સની લેબ: ગ્રાઉન્ડ ફલોરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ગેલેરી, બીટી લેબ, લાયબ્રેરી, બીજા માળે સેમીનાર હોલ, કાફે પ્લેનટેરેયીમનું કરાયું આયોજન: ૪૦ ટકા કામ પૂર્ણ
જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળે આવેલી બાલ્કન જી બારીવાળી જગ્યામાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ા.૧૨.૫૦ કરોડના ખર્ચે સાયન્સ નોલેજ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે, શહેરના વિદ્યાર્થીઓને સાયન્સ અંગેનું વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે શૈક્ષણીક હેતુથી કોર્પોરેશનનું આ સ્તુતીય નિર્ણય છે ત્યારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની અને નાયબ કાર્યપાલક ઇજનેર રાજીવ જાનીના નેજા હેઠળ ા.૮.૯૪ કરોડના ખર્ચે સીવીલ વર્ક અને અન્ય વર્ક થઇને સમગ્ર પ્રોજેકટ થઇ રહ્યો છે, જેનું કામ ૪૦ ટકા પૂર્ણ થઇ ચૂકયું છે.
મળતી માહિતી મુજબ આ સાયન્સ નોલેજ પાર્કમાં સેલરમાં ૫-જી થીયેટર, મીરર માજે અને અદ્યતન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, વિદ્યાર્થીઓ લેબનો વધુને વધુ લાભ લઇ શકે તે માટે પ્રથમ માળે એસ્ટ્રોલોજી લેબ, ફીઝીકસ લેબ, કેમેસ્ટ્રી લેબ અને મેથ્સ લેબનું આયોજન કરવામાં આવ્યું છે, ઉપરાંત કલીન ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડીયા, ફયુચર ગેલેરી, ફુડ ટેક લેબ, ડીસપ્લે ગેલેરી બનાવવાનું આયોજન છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં આ પ્રકારનું કોઇ સાયન્સ ભવન તૈયાર થયું નથી, અગાઉ બાલ્કન જી બારીની જગ્યાએ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ માટે રમતગમત સહિતની વિવિધ સગવડતાઓ રાખવામાં આવી હતી, ત્યારબાદ તેને પાડીને નવું અદ્યતન સાયન્સ નોલેજ પાર્ક બનાવવાનું નકકી કરાયું હતું, ધીરે-ધીરે કામની પણ શઆત થઇ અને અત્યાર સુધીમાં ૪૦ થી ૪૨ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.
આ નોલેજ પાર્કના બીજા માળે સેમીનાર હોલ, કાફે પ્લેન ટેરીયમ, વર્કશોપ સ્પેસ અને ટોયલેટ બોકસ બનાવવામાં આવશે, જયારે ગ્રાઉન્ડ ફલોરમાં અદ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગેલેરી, હ્યુમન બાયો, એનીમલ લાઇફ, બીટી લેબ, લાયબ્રેરી, એડમીન ઓફીસ અને ટેમ્પરરી એકઝીબીશન અને ટેમ્પરરી એકઝીબીશન માટેનો હોલ બનાવવામાં આવ્યો છે, લગભગ ૮.૯૫ કરોડના ખર્ચે સીવીલ વર્ક પૂર્ણ થશે અને ત્યારબાદ અન્ય વર્ક પણ કરવામાં આવશે. અંદાજે ૫ થી ૬ મહીનામાં આ સાયન્સ ભવન તૈયાર થઇ જશે.
કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ઓવરબ્રિજ, સાયન્સ નોલેજ પાર્ક, હાપા અને લાલપુર ચોકડી ખાતે ઓવરબ્રિજ, ત્રણ અદ્યતન આરોગ્ય કેન્દ્ર કે જે તાજેતરમાં ખુલ્લા મુકવામાં આવ્યા છે, ા.૪ કરોડના ખર્ચે ટાઉનહોલનું નવીનીકરણ જે આવતા મહીને જનતા માટે ખુલ્લું મુકાશે અને થોડા દિવસ પહેલા અદ્યતન ત્રણ દરવાજાનું કામ પણ પૂર્ણ થઇ ચૂકયું છે. ભુજીયા કોઠાનું કામ ચાલી રહ્યું છે અને તેને જોડતો પુલ બનાવવામાં આવે ત્યારે આ કામ ખુલ્લું મુકવામાં આવશે, આમ જામનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પણ ા.૬૦૦ કરોડના ખર્ચે રિફરફ્રન્ટની એક મોટી યોજના છે અને તેના માટે સરકાર પાસે પણ અનુદાન માંગવામાં આવ્યું છે, ઉપરાંત શહેરની વસ્તીને ઘ્યાનમાં લઇને મહાપ્રભુજીની બેઠક પાસે અદ્યતન નવું ટાઉનહોલ બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech