જામનગરમાં પણ જશ્ન જોવા મળ્યો: મોડી રાત્રે ભારતની ભવ્ય જીત પછી હવાઈ ચોક સહિતના વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય આતશબાજી કરાઈ
યુએસએ માં રમાઈ રહેલી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં ભારત ને શાનદાર જીત મળી હતી, અને જામનગર શહેરમાં પણ મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો. અને શહેરના કેટલાક વિસ્તારોમાં આતશબાજી પણ કરાઈ હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્વેન્ટી -૨૦ ક્રિકેટ મેચ હકીકતમાં દિલ ધડક રહી હતી, વરસાદી વિગ્ન ને કારણે મેચમાં વિલંબ થયો હતો, અને ભારત ૧૯ ઓવરમાં માત્ર ૧૧૯ રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. તેના જવાબમાં ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેસ્ટમેનોની કમર ભાંગી નાખી હતી. શરૂઆતની પ્રથમ ૧૦ ઓવતમાં પાકિસ્તાની બેસ્ટમેનોએ સારી રમત બતાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલર જશપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા વગેરેએ તરખાટ મચાવ્યો હતો, અને પાકિસ્તાનની ટીમને ખૂબ જ અંકુશમાં રાખી હતી, અને માત્ર ૧૧૩ રન બનાવી શકી હતી, અને ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો.
ભારતીય સમય પ્રમાણે રાત્રિના એકાદ વાગ્યા બાદ મેચની પૂર્ણાહુતિ પછી ભારતીય ટીમની વિજયનો જામનગરમાં પણ મોડી રાત્રે જશ્ન જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહ ભેર એકત્ર થયા હતા, અને તિરંગા ઝંડા સાથે આવી પહોંચી ભારત માતાકી જય ના નારાઓ લગાવ્યા હતા, એટલું જ માત્ર નહીં, પરંતુ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, રણજીત નગર, પટેલ કોલોની, ચાંદી બજાર સહિતના અન્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે બહાર નીકળી આવ્યા હતા, અને ક્યાંક આતશબાજી જોવા મળી હતી. તો કયાંક ભારત માતાકી જય ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech