ગોવાથી દારૂ ભરેલો ટ્રક છેક રાજકોટ પહોંચી ગયો, પોલીસે પતરુ ઊંચુ કરતા જ ચોરખાનામાંથી નિકળી એક પછી એક દારૂની 1095 બોટલ

  • April 19, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસથી બચવા માટે બુટલેગરો નવતર કિમીયા અજમાવતા હોય છે. જોકે પણ એટલી જ સાબદી બની બુટલેગરના ઇરાદા પુરા થવા દેતી નથી. ત્યારે રાજકોટ પીસીબીની ટીમે જુના માર્કેટ યાર્ડ પાસે શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું. જેમાંથી રૂ. ૨.૯૦ લાખની કિંમતનો ૧૦૯૫ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ.૮.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા રાણાવાવના શખસની પુછતાછ કરતા ગોવાથી દારૂનો જથ્થો ભરી રાજકોટના ગુલાબનગરમાં રહેતાં મહાવીરસિંહ પરમારને સપ્લાય કરવાનો હોવાનું સામે આવ્યું હતું.


પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ અને હરદેવસિંહને ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા હાઇવે પર એક આઈશર ટ્રકમાં દારૂ ભરેલ છે. તેવી બાતમી મળતા સ્ટાફે દરોડો પાડી જુના માર્કેટીંગ યાર્ડના પુલથી આજીડેમ ચોકડીના પુલની વચ્ચે આવેલ હાઇવે રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરની સામેની સાઇડ સર્વિસ સ્ટેશનની બાજુમાં રોડ ઉપર પડેલ ટ્રકમાં તપાસ કરતાં તેમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો અલગ અલગ બ્રાન્ડનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.

પોલીસની ટીમે ટ્રક ચાલક મુરૂ બાઠા ભુતીયા (ઉ.વ.50, રહે. રાણાવાવ ગ્રીનસીટી-2 ખાખરીયા બાપાના મંદીર પાસે, પોરબંદર) ની ધરપકડ કરી કુલ દારૂની અલગ અલગ બ્રાન્ડની 1095 બોટલ દારૂ રૂ.2.90 લાખ મળી ટ્રક સહિત રૂ.8.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની તપાસમાં દારૂનો જથ્થો મુરૂ ભૂતિયા ગોવાથી ભરી લાવતો હતો અને રાજકોટમાં મહાવીરસિંહ પરમાર (રહે.ગુલાબનગર સહકાર સોસાયટી) સહિતના બુટલેગરોને સપ્લાય કરવાનો હતો. પીસીબીની ટીમે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય ક્યાં ક્યાં દારૂ સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News