હિન્દૂ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેના ફલોટ્સનું નગર ભ્રમણ કરાવાયું: ૧૯ મી ફેબ્રુઆરીએ સવારે પસાયાના મહાકાળી મંદિરથી મશાલયાત્રાયોજાઇ
જામનગર શહેરમાં ગત વર્ષ ની જેમજ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ -ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, અને ૧૯ મી ફેબ્રુઆરીએ સોમવારનાં સવારે ૭ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલ યાત્રા નું આયોજન કરાયું છે. તેમજ સાંજે પ.૦૦ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાશે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાશે, તેમજ શિવાજી મહારાજની વેશભૂષા સાથે ઘોડેશ્વર બનીને શિવાજી મહારાજ નગર ભ્રમણ કરશે.
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે બીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે. આગામી ૧૯મી ફેબ્રુઆરી ને સોમવારના દિવસે ૩૯૭ મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેનાં ફલોટસ તૈયાર કરવામાં આવશે, શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ગોવાળ મસ્જિદ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બઝારમાં પરિપૂર્ણ થશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત એસ.ટી.નિગમમાં ૩૫ અધિકારીઓની બદલી
May 24, 2025 10:29 AMરિઝર્વ બેંક સરકારને 2.69 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે
May 24, 2025 10:25 AMદિલ્હીમાં ભીષણ આગ બાદ જોરદાર વિસ્ફોટથી આખી ઇમારત ધરાશાયી
May 24, 2025 10:19 AMયુએઈ બનશે પહેલું ચેટ જીપીટી રાષ્ટ્ર દુનિયાની અડધી વસ્તીને ફાયદો થશે
May 24, 2025 10:17 AMહાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રતિબંધ પર સ્ટે
May 24, 2025 10:14 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech