યુએઈ બનશે પહેલું ચેટ જીપીટી રાષ્ટ્ર દુનિયાની અડધી વસ્તીને ફાયદો થશે

  • May 24, 2025 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ચેટ જીપીટીની પેરેન્ટ કંપની ઓપન એઆઈએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ ) સાથે એક ઐતિહાસિક ભાગીદારીની જાહેરાત કરી. આ ભાગીદારી હેઠળ, ઓપન એઆઈના એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ સ્ટારગેટનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેટા સેન્ટર અબુ ધાબી, યુએઈમાં સ્થાપિત થશે. આ વિશ્વનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર હશે, જે વૈશ્વિક ટેકનીકલ ઇનોવેશન એક નવો અધ્યાય ઉમેરશે.

કરાર હેઠળ, અબુ ધાબીમાં એક ગીગાવોટનું એઆઈ કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે, જેમાંથી 200 મેગાવોટ 2026 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. ઓપન એઆઈ અનુસાર, પ્રોજેક્ટ સ્ટારગેટ એક નવી કંપની છે જે આગામી ચાર વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઓપન એઆઈમાં 500 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ જી-42, ઓરેકલ, એનવીડીયા, સિસ્કો અને સોફ્ટબેંક જેવી દિગ્ગજ કંપનીઓના સહયોગથી ચલાવવામાં આવશે.

સ્ટારગેટ પ્રોજેક્ટનો ધ્યેય વૈશ્વિક સ્તરે સુરક્ષિત, વિશ્વસનીય અને વ્યાપકપણે ફાયદાકારક કૃત્રિમ બુદ્ધિ (એજીઆઈ) માટે અત્યાધુનિક કમ્પ્યુટિંગ શક્તિનું નિર્માણ કરવાનો છે. આ ડેટા સેન્ટર 2,000 માઇલની ત્રિજ્યામાં વિશ્વની અડધી વસ્તીને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્પ્યુટિંગ ક્ષમતાઓ પ્રદાન કરવામાં સક્ષમ હશે. ઓપન એઆઈએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી હેઠળ, યુએઈ વિશ્વનો પહેલો દેશ બનશે જ્યાં ચેટજીપીટી દેશભરમાં ઉપલબ્ધ થશે, જે તમામ નાગરિકોને ઓપન એઆઈની ટેકનોલોજીની ઍક્સેસ આપશે.

આ ભાગીદારી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્ય પૂર્વની તાજેતરની મુલાકાતનું પરિણામ છે, જ્યાં ઘણા નવા એઆઈ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુએઈએ આ વર્ષે અમેરિકામાં 1.4 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જે રોજગાર સર્જન, આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નેતૃત્વને વેગ આપશે. ઓપન એઆઈએ ભવિષ્યમાં અન્ય દેશો સાથે સ્ટારગેટ જેવા પ્રોજેક્ટ્સની શક્યતાઓ શોધવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગયા વર્ષે, ઓપન એઆઈએ ભારતના એઆઈ મિશન અને એપ્લિકેશન વિકાસ પહેલને ટેકો આપ્યો હતો, જે ભારતના ટેકનોલોજીકલ ભવિષ્ય પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.


સ્ટારગેટ પ્રોજેક્ટ શું છે?

સ્ટારગેટ એક વૈશ્વિક પ્રોજેક્ટ છે જેમાં ઓપનએઆઈ આગામી ચાર વર્ષમાં ફ્રન્ટિયર-સ્કેલ કમ્પ્યુટિંગ ક્ષમતાઓ વિકસાવવા માટે 500 બિલિયન ડોલર (રૂ. 41 લાખ કરોડથી વધુ)નું રોકાણ કરશે. અબુ ધાબી ૨૦૨૬ માં ૧ ગીગાવોટનું એઆઈ કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે, જે ૨૦૨૬ સુધીમાં ૨૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવશે. આ પ્રોજેક્ટ ઊર્જા, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં એઆઈની ઍક્સેસ પ્રદાન કરશે.


ઓપન એઆઈનું ભારતમાં ભવિષ્ય

ભારતે પહેલાથી જ ઓપન એઆઈના એઆઈ મિશન અને એપ્લિકેશન ડેવલપમેન્ટ પહેલને સમર્થન આપ્યું છે, જેનાથી ભવિષ્યમાં ભારતમાં સમાન પ્રોજેક્ટ્સની શક્યતા ખુલી છે. ઓપનએઆઈએ જણાવ્યું હતું કે સ્ટારગેટ 'ઓપનએઆઈ ફોર કન્ટ્રીઝ' પહેલ હેઠળ 10 દેશોમાં આ મોડેલ લાગુ કરવાનો હેતુ ધરાવે છે. ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જેસન ક્વોન આવતા અઠવાડિયે એશિયા-પેસિફિક પ્રવાસ પર નીકળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application