પોરબંદર પંથકના ઇસમોની ગોધરા નજીક ૬૬.૫૭ લાખની દા‚ની હેરાફેરી ઝડપાઇ

  • March 26, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર પંથકના ઇસમોની ગોધરા નજીક ૬૬.૫૭ લાખની દા‚ની હેરાફેરી ઝડપાઇ છે જેમાં પોરબંદરના ટ્રકમાલિક, રાણાવાવના ટ્રક ડ્રાઇવર અને માલ મંગાવનાર ભાણવડના પાસ્તર ગામના શખ્શ સામે કાર્યવાહી થઇ છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ગોધરા તાલુકાના ચુંદડી ગામ પાસે નાકાબંધી કરી મોટી માત્રામાં વિદેશી દા‚નો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દા‚નો જથ્થો અને ટ્રક મળીને કુલ ‚ા. ૯૭ લાખનો મુદ્ામાલ કબ્જે લીધો હતો. ભાણવડ પંથકના શખ્શે આ દા‚નો જથ્થો મંગાવ્યાનુ બહાર આવ્યુ છે. જેથી તેને ઉપરાંત ટ્રકમાલિક સહિતનાઓને એસ.એમ.સી.એ વોન્ટેડ જાહેર કરી તપાસ આગળ ધપાવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે એક ટ્રકમાં સોયાબીનની બોરીઓની આડમાં વિદેશી દા‚નો જથ્થો ભરીને ટ્રક દાહોદથી ગોધરા તરફ આવી રહી છે. પોલીસે ગોધરાના ચુંદડી ગામ પાસે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સોયાબીનના  જથ્થા નીચે વિદેશી દા‚નો જથ્થો સંતાડયો હતો, પોલીસ દ્વારા ‚ા. ૬૬.૫૭ લાખનો ૧૬,૭૩૦ બોટલ વિદેશી દા‚નો જથ્થો ઝડપી પાડયો હતો.
તેની સાથે જ ટ્રક અને અન્ય સાધનો મળી કુલ ‚ા. ૯૭ લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. પોલીસની ટ્રેપ દરમ્યાન રાજુ ઉર્ફે દેવો ખીમાભાઇ મોરી (રહે. રાણાવાવ, પોરબંદર) નામના ચાલકની અટકાયત કરી હતી. જ્યારે રાજસ્થાનથી દા‚નો જથ્થો મોકલનાર,  ટ્રક માલિક ભાવેશ મેરામણ કોડીયાતર (રહે. પોરબંદર)અને દા‚નો જથ્થો મંગાવનાર રાજુ અમરાભાઇ કોડીયાતર (રહે. પાસતર, તા. ભાણવડ) સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકમાં એસ.એમ.સી.એ ગુન્હો દાખલ કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application